પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સગીરાના ઘરે આવી દુષ્કર્મ આચર્યુ
સગીરા સાથે દોઢ વર્ષથી પ્રેમ સંબંધ, ફોેન ઉપર વાતચીત કરતો અને ફરવા લઇ જતો
ખોખરા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો
અમદાવાદ,મંગળવાર
ખોખરામાં ત્યકતા મહિલા સિંગરની ૧૬ વર્ષીય સગીર પુત્રી સાથે પાડોશમાં રહેતા યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપીને બે વખત દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સગીરાની માતાએ યુવક સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
એકલતાનો લાભ લઇને બે વખત કૂકર્મ કરી યુવકે લગ્ન કરવાની ના પાડીને સંબંધ તોડી નાખ્યો ખોખરા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો
ખોખરામાં રહેતી ૪૦ વર્ષની ત્યક્તા મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની ૧૬ વર્ષીય સગીરા અભ્યાસ કરે છે અને ફરિયાદી મહિલા સિંગર છે. પડોશમાં રહેતો યુવક અવાર નવાર તેમના ઘરે આવતો હતો જેથી દોેઢ વર્ષ અગાઉ બન્ને વચ્ચે પ્રેમસંબંધ શરુ થયો હતો. સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી હતી એટલું જ નહી યુવક અવાર નવાર ફરવા પણ જતા હતા.
દસ દિવસ પહેલા સાંજે ફરિયાદી મહિલા પ્રોગ્રામમાં ગયા હતા. ત્યારે એકલતાનો લાભ લઈને યુવક સગીરાના ઘરે આવી પહોંચ્યો અને સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે બે વખત દુષ્કર્મ આચર્યા બાદ સગીરા સાથે બોલવાનું ઓછુ કરી દેતા બન્ને વચ્ચે તકરાર થઇ હતી જેને લઇને યુવકે સગીરા સાથેના તમામ સંબંધ તોડી નાંખ્યા અને લગ્ન કરવાથી ઇન્કાર કરી દેતા સગીરાએ માતાને આ હકીકતની જાણ હતી. આ અંગે સગીરાની માતાએ યુવક સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાંેધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.