અમદાવાદ મ્યુનિ.શાળામાં અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થીઓને આજે જોય રાઈડમાં બેસાડી રાઈડ સેવાને ફરી શરુ કરાશે
સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓને જોયરાઈડની મુસાફરી કરાવવા નિર્ણય
અમદાવાદ,શુક્રવાર,11 ઓગસ્ટ,2023
અમદાવાદ મ્યુનિ.શાળામાં અભ્યાસ કરતા સૌથી વધુ તેજસ્વી પાંચ
બાળકોને આજે જોયરાઈડમાં બેસાડી શહેરમાં જોય રાઈડનો આરંભ કરાવાશે.આ તમામ
વિદ્યાર્થીઓ સામાન્ય પરિવારમાંથી આવતા બાળકોને શહેરનો હવાઈ મુસાફરી દ્વારા નજારો માણવા મળશે.
અમદાવાદમાં ૧૨ ઓગસ્ટથી જોય રાઈડ ફરીથી શરુ કરવામાં આવી રહી
છે.એરોટ્રાન્સ કંપની દ્વારા દસ મિનીટની હવાઈ મુસાફરી કરવા માટે રુપિયા ૨૧૦૦ ઉપરાંત
જી.એસ.ટી.ચાર્જ નકકી કરવામાં આવ્યો છે.અમદાવાદ મ્યુનિ.ની ઓઢવ શાળામાં અભ્યાસ કરતી
અંજલી દહેગામડીયા ઉપરાંત થલતેજ શાળાના રુદ્ર રબારી,કલ્પના સુથાર,
કૃણાલ પટણી અને શિવાની રાવત આ તમામે ધોરણ-૭માં ૮૧ ટકાથી ૯૫ ટકા સુધી મેળવી
ઉતિર્ણ થયા હોવા ઉપરાંત કોઈના પિતા સિલાઈકામ કરે છે તો કોઈના પિતા રીક્ષા ડ્રાઈવર
કે માળીનુ કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવી રહયા છે.એક બાળકના પિતા મિસ્ત્રીકામ કરે
છે.અન્ય એક બાળકના પિતા શાકભાજીની લારી ચલાવી રહયા છે.આવા પરિવારમાંથી આવતા
બાળકોનેે જોયરાઈડમાં બેસાડી ફરીથી શહેરમાં જોય રાઈડ સેવા શરુ કરાશે.બપોરે યોજાનારા
આ કાર્યક્રમમાં શહેરના મેયર,ડેપ્યુટી
મેયર,સ્ટેન્ડિંગ
કમિટી ચેરમેન,પક્ષનેતા,દંડક તથા
સ્કૂલબોર્ડના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન સહિતના પદાધિકારીઓ હાજર રહેશે.