Get The App

અમદાવાદમાં પથ્થરમારો, ભારત-પાકિસ્તાનની મેચ બાદ ફટાકડા ફોડવા મામલે બબાલ, 7ની અટકાયત

Updated: Feb 24th, 2025


Google NewsGoogle News
Stone Pelting in Ahmedabad


Stone Pelting in Ahmedabad: ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમની જીત બાદ દેશભરમાં ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ હતી. પરંતુ આ ઉજવણી દરમિયાન અમદાવાદમાં અનુપમ ત્રણ રસ્તા નજીક પથ્થરમારો થયો હોવાની ઘટના બની હતી. રવિવારે (23મી ફેબ્રુઆરી) પાકિસ્તાન સામે ભારતનો વિજય થતાં યુવકો રસ્તા પર ફટાકડા ફોડતા હતા, જેમાં એક યુવાન પર ફટાકડાનો તણખલો પડતા મામલો ગરમાયો હતો. 

પોલીસે સાત લોકોની અટકાયત કરી હતી

મળતી માહિતી અનુસાર, શહેરના અનુપમ ત્રણ રસ્તા નજીક ક્રિકેટ મેચમાં પાકિસ્તાન સામે ભારતનો વિજય થતાં યુવકો રસ્તા પર ફટાકડા ફોડતા હતા. એક યુવાન પર ફટાકડાનો તણખલો પડતા મામલો ગરમાયો હતો. આ ઘટનાબાદ બે જૂથના યુવકો વચ્ચે બોલાચાલી થતાં 15થી વધુ યુવકો આવ્યા હતા અને તેમણે ફટાકડા ફોડી રહેલા યુવકો પર પથ્થર મારો કર્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં બે બાઈકને અડફટે લઈ કાર પલટીઃ ભાઇ-બહેન સહિત ત્રણના મોત, માનવ વધનો ગુનો દાખલ

આ ઘટનામાં એક યુવકને ઈજાગ્રસ્થ થતા તેને પ્રાથમિક સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનાને લઈને પોલીસે ક્રોસ ફરિયાદ નોંધીને 7 લોકોની અટકાયત કરી હતી.

અમદાવાદમાં પથ્થરમારો, ભારત-પાકિસ્તાનની મેચ બાદ ફટાકડા ફોડવા મામલે બબાલ, 7ની અટકાયત 2 - image


Google NewsGoogle News