અમદાવાદ CPનું નિવેદનઃ રિવરફ્રન્ટ પર પોલીસ ચોકીની કામગીરી ચાલુ છે. CCTV માટે રજૂઆત કરીશું

રિવરફ્રન્ટ પર ગોળી મારીને આપઘાત કરવાની ઘટના બાદ પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ પહોંચ્યા હતાં

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
અમદાવાદ CPનું નિવેદનઃ રિવરફ્રન્ટ પર પોલીસ ચોકીની કામગીરી ચાલુ છે. CCTV માટે રજૂઆત કરીશું 1 - image



અમદાવાદઃ (Ahmedabad) શહેરમાં હત્યાના બનાવો વધી રહ્યાં છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યાં છે. (RiverFront)ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર ફાયરિંગ કરીને હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી હતી. જેમાં નવો ખુલાસો થયો હતો કે, મૃતકે પૈસાની લેતી દેતીમાં મિત્રની હત્યા કરી હતી અને ત્યાર બાદ પોલીસના હાથે પકડાઈ (Crime news)જવાના ડરથી ગોળી મારીને પોતે આપઘાત કરી લીધો હતો. (Ahmedabad CP)આ બનાવ બાદ આજે રિવરફ્રન્ટ પર શહેર પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતાં (G S Malik)અને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી હતી. પોલીસ કમિશનર જી.એસ. મલિક ઉપરાંત અમદાવાદ ક્રાઈમબ્રાંચના ACP ચૈતન્ય માંડલિક અને JCP નીરજ બડગુજર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા

સીસીટીવી કેમેરા લગાવવા માટે પણ રજૂઆત કરીશું

રિવરફ્રન્ટ પહોંચેલા અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રિવરફ્રન્ટ પર સ્મિત ગોહિલની હત્યા નથી થઈ. પોલીસની તપાસમાં જે પુરાવા મળ્યા છે તેના પરથી એવું સાબિત થાય છે કે આ હત્યા નહીં પણ આપઘાત છે. સ્મિત અને અન્ય આરોપીઓએ વિરમગામમાં હત્યાને અંજામ આપ્યો હતો. ત્યાર બાદ પકડાઈ જવાના ડરે સ્મિતે આપઘાત કર્યો હતો. પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે, શહેરમાં ગુનાખોરી કાબુમાં છે અને છેલ્લા 10 મહિનામાં 97 ગુના ડિટેક્ટ થયાં છે. રિવરફ્રન્ટ પર આવી ઘટનાઓ બને છે ત્યારે સીસીટીવી કેમેરા લગાવવા માટે પણ તંત્રને કાર્યવાહી કરવા જણાવીશું અને પોલીસ ચોકી બનાવવાની પણ કાર્યવાહી ચાલુ છે. શહેરમાં ગુનાઓ બે-પાંચ ટકા વધે કે ઘટે તેનાથી કોઈ ફરક નથી પડવાનો અને ગભરાવાની જરૂર નથી શહેરમાં ગુનાખોરી કાબુમાં છે. 



Google NewsGoogle News