અંધશ્રદ્ધા, મેલી વિદ્યા મામલે હવે ગુજરાતમાં પણ કાયદો બનશે, વિધાનસભામાં બિલ રજૂ કરાશે

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
gujarat-vidhan-sabha


Make a Law to Eradicate Superstition: ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા એક કડક કાયદો ઘડવા માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરાઈ હતી. આ માટે રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું કરીને આ મહત્ત્વના નિર્ણયની જાહેરાત કરી છે. આ સોગંદનામામાં જણાવાયું છે કે, ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને કાલા જાદુની આડમાં થતી અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને નાથવા માટે બિલ રજૂ કરાશે.

કાળો જાદુ-મેલી વિદ્યાના દૂષણને નાથવા હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કરી જાહેરાત

રાજ્ય સરકાર તરફથી રજૂ કરાયેલા સોગંદનામામાં જણાવાયું હતું કે, મહારાષ્ટ્ર રાજ્યમાં મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઍન્ડ ઇરેડિકશન ઑફ હ્યુમને સેક્રિફાઇસ ઍન્ડ અધર ઇનહ્યુમન, એવિલ ઍન્ડ અઘોરી પ્રેક્ટિસ અને બ્લેક મેજિક એક્ટ-2013 અસ્તિત્વમાં છે અને કર્ણાટક, ઓરિસ્સા, રાજસ્થાન, છત્તીસગઢ અને આસામ જેવા રાજ્યોમાં પણ આ પ્રકારનો કાયદો અમલી છે. 

આ પણ વાંચો: નિઝામપુરાનું પરિવાર એક દિવસ માટે મુંબઈ ગયું અને ચોરો મકાનમાં સાફ સુફી કરી ગયા

ગુજરાતમાં હજુ સુધી કાળા જાદુ અને અમાનવીય પ્રવૃત્તિઓને નાથવા કાયદો નથી

સરકારપક્ષ તરફથી નિખાલસપણે આ વાતનો હાઇકોર્ટ સમક્ષ સ્વીકાર કરાયો હતો કે, આપણા ત્યાં ગુજરાતમાં હજુ સુધી કાળા જાદુ અને અમાનવીય પ્રવૃત્તિઓને નાથવા માટે કોઈપણ પ્રકારનો કાયદો નથી. આ સમગ્ર મામલે તા. 23-7-2024ના રોજ રાજ્યના ગૃહ સચિવ, ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી, એડિશનલ ડાયરેક્ટર જનરલ (કાયદો અને વ્યવસ્થા) અને એડિશનલ ડાયરેક્ટર જનરલ(ક્રિમિનલ ઇન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટ ઍન્ડ રેલવેઝ) એક અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં આ સમગ્ર મામલે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. 

આગામી વિધાનસભાના સત્રમાં ડ્રાફ્‌ટ બિલ રજૂ કરવામાં આવશે

પુખ્ત વિચારણાના અંતે સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો કે, આગામી ગુજરાત વિધાનસભાના સત્રમાં બ્લેક મેજિક અને અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને નાથવા માટેનું ડ્રાફ્‌ટ બિલ રજૂ કરવામાં આવશે. હાઇકોર્ટ સમક્ષ કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એવા મુદ્દા ઉઠાવાયા હતા કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અંધશ્રદ્ધા અને કાળા જાદુના બનાવો-કિસ્સાઓ નોંધપાત્ર રીતે સામે આવ્યા છે અને અંધશ્રદ્ધાને ઓળખવા કે તેને અટકાવવાની કોઈ કાયદાકીય જોગવાઈ નથી. 

આ પણ વાંચો: સાઇકલ પર ચારધામ યાત્રા માટે નીકળેલ દાહોદનો યુવાન ફસાયો, વર્ણવ્યો આંખો દેખ્યો અહેવાલ

અંધશ્રદ્ધાનો શિકાર પછાત અને આદિજાતિના લોકો વઘુ બને છે 

મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સ્થાપક નરેન્દ્ર દાભોલકરની હત્યા થયાના ચાર દિવસ બાદ જ મહારાષ્ટ્રમાં આ કાયદાને લઈ વટહુકમ બહાર પડાયો હતો અને બાદમાં વિધાનસભામાં પસાર કરાયો હતો. અંધશ્રદ્ધા, કાળા જાદુ કે મેલી વિદ્યા જેવી બાબતોનો શિકાર પછાત અને આદિજાતિના લોકો વઘુ ભોગ બનતા હોય છે પરંતુ સમાજના અન્ય વર્ગ પણ એક યા બીજી રીતે તેમાં પીસાતા હોય છે ત્યારે લોકોની સુરક્ષા અને સલામતી માટે ગુજરાતમાં પણ આ અંગેના કાયદા અને તેનું અમલીકરણ ખૂબ જરૂરી છે. અરજદારપક્ષ તરફથી ગુજરાતના અંધશ્રદ્ધાને લગતાં કેટલાક બનાવોને પણ ટાંકવામાં આવ્યા હતા.

અંધશ્રદ્ધા, મેલી વિદ્યા મામલે હવે ગુજરાતમાં પણ કાયદો બનશે, વિધાનસભામાં બિલ રજૂ કરાશે 2 - image


Google NewsGoogle News