Get The App

ખ્યાતિકાંડને પગલે ગેરરીતિ રોકવા જિલ્લા સ્તરે સ્ટેટ એન્ટીફ્રોડ યુનિટની રચના કરવાનો નિર્ણય

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
Pradhan Mantri Jan Arogya Yojana


Pradhan Mantri Jan Arogya Yojana: રાજ્યમાં ખ્યાતિકાંડના પગલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)માં યોજના સંલગ્ન તમામ હોસ્પિટલએ ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ ઉપરાંત કેન્સરની કેટલીક ટ્રિટમેન્ટ માટે ટ્યુમર બોર્ડનું સર્ટિફિકેટ પણ લેવાનું રહેશે.

કેન્સરની ટ્રીટમેન્ટ માટે ટ્યૂમરબોર્ડનું સર્ટિફિકેટ ફરજિયાત

આરોગ્ય વિભાગે એ પણ નક્કી કર્યું છે કે, જિલ્લા અને રાજ્ય સ્તરે અલાયદી સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ની ટીમો તૈયાર કરાશે, જે એમ્પેન્લ્ડ હોસ્પિટલની ફરિયાદ આધારિત અને શંકાસ્પદ કામગીરી સંદર્ભે આકસ્મિક મુલાકાત કરીને જરૂરી કાર્યવાહી કરશે. 

તાજેતરમાં કાર્ડિયો પ્રોસિઝરની જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસક્યુલર સર્જરીની પ્રોસિઝર માટે હોસ્પિટલોએ ફરજીયાત સ્પેશ્યાલિસ્ટ ફુલ ટાઇમ રાખવાની જોગવાઇ કરવામાં આવી છે. હોસ્પિટલોએ એન્જીયોગ્રાફી કે એન્જીયોપ્લાસ્ટી પ્રોસિઝરની CD દર્દીઓને અને SHA/IC/ISAને જમા કરાવવાની રહેશે.

આ પણ વાંચો: દ્વારકામાં સરકારી રેકોર્ડમાં ચેડાં કરી પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, 5 એજન્ટ સહિત 9ની ધરપકડ


કેન્સરની કેટલીક ટ્રિટમેન્ટ માટે ટ્યુમર બોર્ડનું સર્ટિફિકેટ પણ ફરજીયાત કરવામાં આવશે. જેના માટે SHA દ્વારા ઓનલાઇન પોર્ટલ વિકસાવવામાં આવશે. કેન્સર સારવાર માટે કેટલાક પેકેજમાં સુધારા કરવામાં આવશે.

નિનોનેટલ કેર અને ખાસ કરીને બાળકોને આઇ.સી.યુ.માં આપવામાં આવતી સારવાર માટેની પણ નવીન માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. જેમાં NICU/SNCU જેવી સારવાર માટે ફરજીયાતપણે સીસીટીવી  ઈન્સટોલેશન સહિતના વિવિધ મુદ્દાઓ આવરી લઇને ગેરરીતીને કોઇપણ અવકાશ ન રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

ખ્યાતિકાંડને પગલે ગેરરીતિ રોકવા જિલ્લા સ્તરે સ્ટેટ એન્ટીફ્રોડ યુનિટની રચના કરવાનો નિર્ણય 2 - image


Google NewsGoogle News