રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક, મોડી રાતે હોસ્પિટલ ખસેડાયા, તબિયત સુધારા પર
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ મામલે ડૉક્ટરો સાથે વાતચીત કરી
image : DD News |
Gujarat Minister Raghavji patel Brain Stroke news | ગુજરાતમાં ભુપેન્દ્ર સિંહ પટેલની સરકારમાં કૃષિ મંત્રાલયનું નેતૃત્વ કરનારા કૃષિ મંત્રી રાઘવજી પટેલને મોડી રાતે બ્રેઈન સ્ટ્રોક આવતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ મામલે ડૉક્ટરો સાથે વાતચીત કરી હતી. તેમને હાલમાં ડૉક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે.
રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
અત્યાર સુધીની મળતી માહિતી અનુસાર તેમની સારવાર રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ચાલી રહી છે. હાલમાં તેમની તબીયત સ્થિર હોવાની પણ માહિતી છે. તેમને રાત્રે લગભગ 3 થી 4 વાગ્યાના સુમારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.