STના ડ્રાઈવરે મુસાફરોનો જીવ જોખમમાં મૂક્યો, 200ના ટોકન માટે બસ 15 કિ.મી. રોંગ સાઈડમાં ચલાવી
Gujarat : 'સલામત સવારી, એસટી અમારી' સૂત્ર અને તેના અમલીકરણમાં મોટો તફાવત હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અંબાજીથી ખંભાત જતી બસનું એક હોટેલમાં સ્ટોપેજ આપવાનું ભૂલી જતાં ડ્રાઈવરે તેના માટે બસને 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવી હતી. મુસાફરોએ વિરોધ કર્યો તો ડ્રાઇવરે જવાબ આપ્યો કે, 'હોટેલમાં બસ ઉભી રાખવામાં 200નું ટોકન મળે છે.’
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો
સોશિયલ મીડિયામાં આ ચોંકાવનારી છે છે. જેના અંબિ ખંભાત માટે આ એસટી બસ જઈ રહી અતીત કિંમતના રચથી ઓચાત્મક બાદ વ્યાસ યાદ આવ્યું કે 15 કિલોમીટર પહેલા સલાલ પાસે આગમન હોટેલમાં તે બસ ઉભી રાખવાનું ભૂલી ગયો છે. જેના કારણે લોકોની જીવની પરવા કર્યા વિના તે હોટેલ સુધી જવા ડ્રાઇવરે બસને 15 કિલોમીટર રોંગ સાઇડમાં ચલાવી હતી.
ડ્રાઈવર- કન્ડક્ટરે ઉદ્ધત જવાબ આપ્યા
મુસાફરોએ આ અંગે વિરોધ કર્યો તો પહેલા તો ડ્રાઈવર- કન્ડક્ટરે ઉદ્ધત જવાબ આપ્યા હતા. આખરે લોકોનો ગુસ્સો જોઈને તેમણે એમ કહ્યું કે આ હોટલ પર અમારે બસ ઉભી રાખવી ફરજીયાત છે. કેમકે, ત્યાં બસ ઉભી રાખવા માટે 200નું ટોકન મળે છે. મુસાફરોએ જ્યારે ફરિયાદ પોથી માંગી તો ડ્રાઈવર- કન્ડક્ટરે ગલ્લાં-તલ્લાં કર્યા હતા. લાંબી રકઝક પછી આ ફરિયાદ પોથી તેમણે આપી હતી. મુસાફરોએ આ બાબતની જાણ ડેપો મેનેજરને પણ કરી પરંતુ તેમણે મુસાફરોના જીવને જોખમને મૂકવો સામાન્ય ઘટના હોય તેમ ઉદાસીન વલણ |દર્શાવ્યું છે.