પગાર નહી પણ ગ્રાહક પાસેથી મસાજથી વધારે એક્સ્ટ્રા કામના નામે નાણાં મેળવી કમિશન પર કમાણી કરો
મસાજના નામે સ્ટાફ નિમણૂંકની નવી મોડ્સ ઓપરેન્ડી
નવરંગપુરા સહિતના વિસ્તારમાં આવેલા સ્પામાં ખાસ સ્ટાફ પગારથી વધારે કમાઇને સંચાલકોને પણ રોકડી કરાવે છે.
અમદાવાદ, શુક્રવાર
અમદાવાદમાં 500થી વધારે હાઇપ્રોફાઇલ સ્પા આવેલા છે. જેમાં પાંચ હજારથી વઘારે ગુજરાત ઉપરાંત, નોર્થ ઇસ્ટ તેમજ વિદેશી યુવતીઓ આ કાળા કારોબાર સાથે જોડાયેલી છે. જેમાં હાઇ પ્રોફાઇલ સ્પામાં કામ કરતી યુવતીઓને 10 હજારથી માંડીને 30 હજાર સુધીનો માસિક પગાર ઉપરાંત, કમિશન આપવામાં આવે છે. આ ઉપરાંત,સ્પાના કારોબારમાં સંચાલકો અનેક ગણી આવક કરવાની સાથે પોલીસ તંત્રને પણ સાચવે છે. ત્યારે સ્પા કલ્ચરનું પ્રમાણ વધતા સંચાલકોએ ખાસ ગ્રાહકોને આકર્ષી શકે તેવી યુવતીઓ માટે પગાર નહી પણ મસાજ ઉપરાંત,ની એક્સ્ટ્રા સર્વિસ આપીને સારી કમાણી કરી આપવાની સાથે સ્પાના સંચાલકોને પણ સારી આવક કરી આપે તેવી વ્યવસ્થા કરી છે. છેલ્લાં ઘણા મહિનાઓથી યુવતીઓને પેમેન્ટ સિસ્ટમ રાખવાનો ટ્રેન્ડ સેટ થયો છે. શહેરના નવરંગપુરા , સેટેલાઇટ, થલતેજ, વસ્ત્રાપુર, શાહીબાગ સહિતના વિસ્તારમાં આવેલા કેટલાંક સ્પામાં આવેલી કેટલીંક ચોંકાવનારી વિગતો સામે આવી છે.
જેમાં નવરંગપુરાં સીજી રોડ પર આવેલા એક્વા સ્પા, શાહીબાગમાં આવેલા ટાઇટન સ્પા તેમજ સરખેજમાં આવેલા ગ્રીન સ્પા તેમજ અન્ય સ્પાના કેટલાંક વિડીયો ફુટેજમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં એક યુવતી મસાજ ઉપરાંતની ટ્રીટમેન્ટ માટે દશ હજાર સુધીનો ચાર્જ ઓફર કરે છે. જેમાં પાંચ થી છ હજારમાં ડીલ સેટ કરે છે. બાદમાં યુવતી સ્પાના સંચાલકને નક્કી કરેલો હિસ્સો આપે છે.
આમ, યુવતીને પ્રતિમાસ સરેરાશ 80 થી 90 હજારની સુધીની આવક મળે છે. અને સ્પાના સંચાલકને રોકડમાં સારી આવી થઇ જાય છે. સૌથી મહત્વની બાબત એ છે કે પોલીસતંત્ર પણ આ સિસ્ટમથી વાકેફથી જેથી સ્પામાં ચાલતા ધંધામાં મુજબ વ્યવહાર નક્કી થાય છે.