Get The App

મસાજ કરાને આયા હે તો એક્સ્ટ્રા સર્વિસ લેની હી પડેગી...માલિક કા કમિશન ચલતા હે..

આરટીઓ સર્કલના એક કોમ્પ્લેક્સમા આવેલા સ્પાની ઘટના

મસાજ કરાવવા આવેલા યુવકે સ્પાના સંચાલકને ફરિયાદ કરતા યુવકને જ ધમકાવીને કાઢી મુક્યો

Updated: Mar 8th, 2025


Google News
Google News
મસાજ કરાને આયા હે તો એક્સ્ટ્રા સર્વિસ લેની હી પડેગી...માલિક કા કમિશન ચલતા હે.. 1 - image

અમદાવાદ,રવિવાર

મસાજ સેન્ટરમાં આવતા યુવકો પાસેથી નાણાં પડાવવા માટે સ્પાના સંચાલકો અને તેમને ત્યાં કામ કરતી  યુવતીઓ દ્વારા એક્સ્ટ્રા સર્વિસના નામે મોટાપાયે નાણાં ખંખેરવામં આવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં આરટીઓ સર્કલ પાસે આવેલા એક સ્પામાં મસાજ માટે ગયેલા યુવકે સામાન્ય મસાજ બાદ એકસ્ટ્રા સર્વિસ માટે યુવતીએ દબાણ કર્યું હતું. પરંતુ, યુવકે ના પાડતા યુવતીએ તેનું અપમાન કરીને કાઢી મુક્યો હતો. આ સમયે યુવકે ત્યાં સંચાલકને જાણ કરી ત્યારે તેણે પણ કહ્યું કે સ્પા એક્સ્ટ્રા સર્વિસ પર ચાલે છે. તમારા જેવા ગ્રાહકોથી નહી.આ  કિસ્સા સ્પામાં સામાન્ય બની ગયા છે.

અમદાવાદના આરટીઓ સર્કલ પાસે આવેલા એક કોમ્પ્લેક્સ સ્થિત એફ ટુ સ્પામાં એક યુવક મસાજ કરાવવા માટે ગયો હતો. જ્યાં તેણે સાદુ પેકેજ લીધા બાદ મસાજ રૂમમાં યુવતીએ તેને એક્સ્ટ્રા સર્વિસ માટે ઓફર કરી હતી. પરંતુ, તે યુવતીને તેણે ના કહી હતી. ત્યારે યુવતીએ કહ્યું હતુ કે તેને મળતા પગારની સાથે એકસ્ટ્રા સર્વિસ પર વધારે કમિશન મળે છે. જેમાં સંચાલકનો પણ હિસ્સો હોય છે.  બાદમા યુવક પાસે પૈસા જોઇને તેણે  દબાણ  કર્યું હતું.

મસાજ કરાને આયા હે તો એક્સ્ટ્રા સર્વિસ લેની હી પડેગી...માલિક કા કમિશન ચલતા હે.. 2 - imageઆ અગે યુવકે સંચાલકને જાણ કરતા તેણે પણ ગેરવર્તન કરીને કહ્યું કે અમારા ધંધા એકસ્ટ્રા સર્વિસ પર ચાલે છે. સાદા મસાજમાં દુકાનના ભાડા પણ ન નીકળે.ઉલ્લેખનીય છે કે થોડા સમય  પહેલા હિમાલયા મોલમાં આવેલા એક્ સ્પા સેન્ટરમાં પણ આવી જ ઘટના બની હતી. તેમજ મોટા મોલમાં આવેલા સ્પાના કારણે અનેક સારા ઘરના લોકોને પણ શરમમાં મુકાવુ પડે છે.

Tags :
spa-girl-demanded-money-for-extra-service-in-Massage-center-of-Ahmedabad

Google News
Google News