Get The App

ઓનલાઇન ટાસ્કથી દિવસના ૫૦૦૦ હજાર કમાવાની લાલચ આપી એક લાખ પડાવ્યા

લોભિયા હોય ત્યાં ધૂતારા ભુખે ના મરે તે કહેવતને યથાર્થ કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો

મિત્રો સાથે કુલ ૧.૭૪ લાખ ખંખેરી લીધા

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
ઓનલાઇન ટાસ્કથી દિવસના ૫૦૦૦ હજાર કમાવાની લાલચ આપી એક લાખ પડાવ્યા 1 - image

અમદાવાદ,શનિવાર

લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે તે કહેતને યથાર્થ કરતો કિસ્સો મેઘાણીનગરમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં સાયબર ગઠિયાએ વોટેસએપ પર મેસેજ મોકલીને ઓનલાઇન ટાસ્ક પુરા કરવાથી દિવસના ઘર બેઠા રૃા. ૫૦૦૦ કમાવવાની લાલચ આપી હતી અને પ્રથમ ટાસ્ક આપીને હજારો રૃપિયા ખાતામાં જમા કરાવીને વિશ્વાસ કેળવ્યા બાદ યુવક  સાથે રૃા. ૧ લાખની ઠગાઇ આચરી હતી જો કે મિત્રો સાથે કુલ રૃા. ૧,૭૪,૯૨૦ની ઠગાઇ કરી હતી. આ બનાવ અંગે મેઘાણીનગર પોલીસે બે અજાણી વ્યકિતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાયબર ગઠિયાએ મેઘાણીનગરના યુવકને ઓનલાઇન ટાસ્ક પેટ હજારો રૃપિયા ખાતામાં નાંખીને વિશ્વાસ કેળવ્યો અને મિત્રો સાથે કુલ ૧.૭૪ લાખ ખંખેરી લીધા

 મેઘાણીનગર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે મેઘાણીનગર પોલીસ સ્ટશનમાં અજાણી બે વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક ફોનમાં ટેલીગ્રામ એપ અને બેંક ઓફ બરોડામાં સેવિંગ એકાઉન્ટ હતું. મહિના પહેલા ઘરે હાજર હતો ત્યારે તેના ટેલીગ્રામ આઇડી પર અજાણ્યા મોબાઇલ નંબરથી હુ આર યું મેસેજ આવ્યો હતો. જેથી યુવકે કોણ છો તેવો રિપ્લાય કર્યો હતો. ત્યારબાદ સામેવાળી વ્યક્તિએ ગુગલ મેપમાં ટાસ્ટ આપવામાં આવશે અને પુરા કરશો તો ૫૦૦૦ પગાર આપવામાં આવશે. 

ત્યારબાદ વોટ્સ એપ નંબર પર લોભામણી લાલચો આપતા મેસેજો આવવા લાગ્યા હતા અને ૨૦૩ રૃપિયા મોકલી આપતા વિશ્વાસ આવ્યો હતો અને પછી  ઓનલાઇન કામ કરવા હા પાડી હતી. જેથી ટેલીગ્રામમાં એક લીંક આવી હતી અને તેમાં યુવક જોડાઇ ગયો હતો. બીજા દિવસે રોજ એક ટાસ્ક આપવામાં આવ્યો હતો અને ટાસ્ક પુરો થતા ૨૫ રૃપિયા આપવામાં આવ્યા બાદમાં જુદા જુદા ટાસ્ક પુરા કરી ૨૦૦ રૃપિયા હર્ષ કમાયો હતો અને તે પૈસા એકાઉન્ટમાં જમા થઇ ગયા હતા. પછી જુદા જુદા દિવસે ટાસ્ક પુરા કરતા તેના ખાતામાં પૈસા જમા થયા હતા. થોડા દિવસો બાદ ૩૦૦૦ જમા કરાવો તો જ હવે ટાસ્ક આપવામાં આવશે અને તે ટાસ્કના ૨૫ રૃપિયા નહીં પણ ૯૦૦ આપવામાં આવશે, જેથી વિશ્વાસ આવતા યુવકે ૩૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ જુદા જુદા ટાસ્ક આપવાના બહાને ૧ લાખ રૃપિયા પડાવી લીધા બાદ ટાસ્ક આપવાના બંધ કરી દીધા હતા જેથી શંકા ગઇ હતી અને તેણે ઓનલાઇન આ મામલે ફરિયાદ કરી હતી. 


Google NewsGoogle News