Get The App

દાણીલીમડામાં ગેરકાયદે મોટાપાયે ગેસ સિલિન્ડર રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું

એસઓજીએ દરોડો પાડીને ૮૦થી વધુ ગેસ સિલન્ડર જપ્ત કર્યા

ગેસના સિલિન્ડરમાંથી બે થી ત્રણ કિલો ગેસ કાઢીને ખાલી સિલિન્ડરમાં ભરીને ઉંચી કિંમતે વેચાણ કરવામાં આવતું હતુંઃ બે આરોપીની ધરપકડ

Updated: Mar 8th, 2025


Google News
Google News
દાણીલીમડામાં ગેરકાયદે મોટાપાયે ગેસ સિલિન્ડર રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું 1 - image

અમદાવાદ,શનિવાર

શહેરના દાણીલીમડામાં આવેલા રામરહીમના ટેકરા વિસ્તારમાં શુક્રવારે સાંજે એસઓજીના અધિકારીઓએ દરોડો પાડીને ગેરકાયદે ગેસ રીફીલીંગનું મોટું કૌભાંડ ઝડપીને બે આરોપીઓની ધરપકડ કરીને ૮૦થી વધુ ગેસ સિલિન્ડર અને પંપ તેમજ અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે.  છેલ્લાં ઘણા મહિનાઓથી આરોપીઓ ગ્રાહકોને આપવાના ગેસ સિલિન્ડરમાંથી  ગેસનો ચોક્કસ જથ્થો કાઢીને તેને ખાલી સિલિન્ડરમાં ભરીેને બારોબાર વેચાણ કરવામાં આવતું હતું.

આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓને બાતમી મળી હતી કે દાણીલીમડા રામરહીમના ટેકરા વિસ્તારમાં રહેતા જયરામ પરમાર અને ગાવિંદ પરમાર નામના વ્યક્તિ તેના ઘરે ગેસના સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ રીફીલ કરીને તે સિલિન્ડરને બજારમાં ઉંચી કિંમતે વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને તપાસ કરતા સિલિન્ડરમાંથી ગેસ કાઢવા માટેનો પંપ,  સફેદ રંગના સેફ્ટી સીલ,  ગેસ ભરવા માટેની પેન્સિલ તેમજ ૮૦થી વધુ ડોમેસ્ટીક  અને કોમર્શીયલ ગેસ સિલિન્ડરનો  જથ્થો જપ્ત કર્યો હતો.

એસઓજીના સુત્રોના જણાવ્યા મુજબ ગેસ સિલન્ડરની ડીલીવરી ગ્રાહકને કરવામાં આવે તે પહેલા ગેસ સિલિન્ડરમાંથી બે થી ત્રણ કિલો જેટલો ગેસ કાઢીને તેને ખાલી સિલિન્ડરમાં ભરવામાં આવતો હતો. બાદમાં તે ગેસ સિલિન્ડરને  ઉંચી કિંમતે વેચાણ કરવામાં આવતું હતું. કેટલાંક કિસ્સામાં ગેસ એજન્સીઓના કર્મચારીઓની પણ સીધી સંડોવણી હોવાના પુરાવા પણ પોલીસને મળ્યા છે. જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે.


Tags :
SOG--break--gas-refiling-scam-in-Behrampura-area

Google News
Google News