Get The App

શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ, ચાંગોદરથી પકડાયું કોલ સેન્ટર, SMCએ કરી મોટી કાર્યવાહી

Updated: Jan 6th, 2025


Google News
Google News
Bogus Call Centres in Changodar


Bogus Call Centres in Changodar: શેરબજારમાં નફાકારક રોકાણની લાલચ આપીને મોટી રકમ મેળવ્યા પછી છેતરપિંડી કરતું કોલ સેન્ટર પકડાયું છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ચાંગોદરના મોરૈયા ગામે ઘરમાં ચલાવાતાં ઠગાઈના કોલ સેન્ટરમાંથી પાંચને ઝડપ્યાં છે.

પાંચ આરોપી પકડાયાં

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ચાંગોદરના મોરૈયા ગામે સોપાનવિલા સોસાયટીના એક ઘરમાં દરોડો પાડયો હતો. કોલ સેન્ટર ચલાવતા મુખ્ય આરોપી 25 વર્ષીય સંજય ઠાકોર, દિલીપ ઠાકોર, લક્ષ્મણ ઠાકોર, વિપુલ ઠાકોર અને રાહુલ ઠાકોરને પકડી પાડયા હતા. આરોપીઓ પાસેથી કુલ 19 મોબાઈલ ફોન ઉપરાંત 30 લાખની કિંમતની એક કાર, 55000 રોકડા સહિત 31 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 

જાણો કેવી રીતે છેતરપિંડી આચરતા

પી.આઈ. જી.આર. રબારી અને ટીમની તપાસમાં એવી વિગતો ખુલી છે કે, આરોપીઓ ગુજરાત સહિત દેશભરમાં લોકોને ફોન કરીને શેરબજારમાં રોકાણ અને નફાની લાલચ આપતી ટીપ્સ આપતાં હતાં. શરૂઆતમાં નફો થાય એટલે રોકાણકાર વધુ રોકાણ કરતાં હતાં. મોટી રકમનું રોકાણ થાય એટલે એ ગ્રાહકનો સંપર્ક કટ કરી નાંખવામાં આવતો હતો. 

આ પણ વાંચો: કેનેડાથી મોટા સમાચાર, જસ્ટિન ટ્રુડો ટૂંક સમયમાં PM પદેથી રાજીનામું આપશે!


મહેસાણામાં કોલ સેન્ટર પકડાયું તે પધ્ધતિથી સજય ઠાકોરે ચાર કોલરને રાખીને એક મહિનાથી મોરૈયા ગામના મકાનમાં ઠગાઈનું કોલ સેન્ટર ચાલુ કર્યું હતું. આરોપીઓએ એક મહિનામાં કેટલા લોકોને છેતર્યા તેની વિગતો જાણવા માટે એક રજીસ્ટર ઉપરાંત ફોન નંબરના લિસ્ટ મળતાં તેના આધારે તપાસ હાથ ધરાઈ છે. 19 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યાં છે તેની વિગતો મેળવીને ઠગાઈના કોલ સેન્ટરની અતઃથી ઈતિ જાણવામાં આવશે.

શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ, ચાંગોદરથી પકડાયું કોલ સેન્ટર, SMCએ કરી મોટી કાર્યવાહી 2 - image

Tags :
Bogus-Call-CentresChangodarSMC

Google News
Google News