Get The App

નાના ચિલોડા પાસે એસએમસીએ કારનો પીછો કરી દારૂનો જથ્થો જપ્ત કર્યો

હિંમતનગરના પ્રાંતિજથી દારૂનો જથ્થો લવાતો હતો

અમદાવાદમાં દારૂ ઘુસાડવા માટે એસ પી રીંગ રોડ પરના નરોડા ટોલનાકા, ઓઢવ, અસલાલી અને હાથીજણ ફેવરીટ

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
નાના ચિલોડા પાસે એસએમસીએ કારનો પીછો કરી દારૂનો જથ્થો જપ્ત કર્યો 1 - image

અમદાવાદ,ગુરૂવાર

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા શહેરના નાના ચિલોડા સર્કલ પાસે  બાતમીને આધારે કારનો પીછો કરીને બે વ્યક્તિને ઝડપીને ૬૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. નરોડા મુઠિયા ગામમાં રહેતા બુટલેગરે આ દારૂનો જથ્થો પ્રાંતિજથી મંગાવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે  મોટા ચિલોડા હિંમતનગર હાઇવે પરથી એક કારમાં દારૂનો જથ્થો લઇને બુટલેગરના માણસો પસાર થવાના છે.

જેના આધારે પોલીસે બુધવારે રાતના સમયે વોચ ગોઠવીને ચોક્કસ નંબરની એક કારના ચાલકને ઉભા રહેવા માટે ઇશારો કર્યો હતો. પરતું, તેણે પુરઝડપે કારને હંકારતા પોલીસે તેનો પીછો કરીને કારને રોકી હતી. તપાસ કરતા કારમાંથી ૬૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગે  કાર ચાલક કનુ મીણા અને અન્ય વ્યક્તિ કેદારસિંહ સિસોદિયાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે  નરોડા મુઠિયા ગામમાં રહેતા શંકર મીણા અને  ઉદેસિંહ સીસોદીયા નામના બુટલેગરે આ દારૂનો જથ્થો પ્રાંતિજથી મંગાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અગાઉ પણ અનેકવાર દારૂનો જથ્થો કારમાં અમદાવાદ લવાયો હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં દારૂ લાવવા માટે અડાલજથી વૈષ્ણોદેવી સર્કલ, એસ પી રીંગ રોડથી નરોડા ટોલનાકા, ઓઢવ અને હાથીજણ તેમજ અસલાલી મુખ્ય  માર્ગ છે. જ્યાંથી બુટલેગરો સૌથી વધુ દારૂની હેરફેર કરે છે.



Google NewsGoogle News