Get The App

સુરતમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ, 5000થી વધુ લોકોએ કરી વાંધા અરજી, કોંગ્રેસ-આપ પણ જોડાયા

Updated: May 27th, 2024


Google NewsGoogle News
સુરતમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ, 5000થી વધુ લોકોએ કરી વાંધા અરજી, કોંગ્રેસ-આપ પણ જોડાયા 1 - image


Smart meter Protest | ગુજરાતભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ વધતો જઈ રહ્યો છે. વડોદરા, અમદાવાદથી લઈને સુરત સુધી સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગરમીમાં લગભગ બમણાથી પણ વધુ બિલ તથા જૂના બિલોની તુલનાએ સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોવાના દાવા સાથે લોકોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે જેના કારણે લોકો સ્માર્ટ મીટર કાઢી લઈને જૂના મીટરો ફરી સ્થાપિત કરી દેવા માગ કરી રહ્યા છે. 

સુરતમાં વિરોધ યથાવત્ 

તાજેતરનો મામલો સુરતનો છે. અહીં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં પૂણા ગામના લોકોએ સ્માર્ટ મીટરનો ભારે વિરોધ કર્યો હતો. સ્થાનિકો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) ના કાર્યાલયે ધસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. દેખાવકારોએ સ્માર્ટ મીટર ન લગાવવા વાંધા અરજીઓ દાખલ કરી હતી. આ અરજી તેમણે ડીજીવીસીએલના એમડીને સોંપી હતી. 

5000થી વધુ લોકોએ કરી છે વાંધા અરજી 

માહિતી અનુસાર કોંગ્રેસ અને આપના કાર્યકરોના નેતૃત્વમાં આયોજિત દેખાવોમાં 5000થી વધુ લોકોએ DGVCLના એમડીને અરજી સોંપી હતી અને સ્માર્ટ મીટર ન લગાવવા માગ કરી હતી. કોંગ્રેસના આગેવાનોની સાથે સોસાયટીના પ્રમુખો પણ આ દેખાવોમાં સામેલ થયા હતા.  

સુરતમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ, 5000થી વધુ લોકોએ કરી વાંધા અરજી, કોંગ્રેસ-આપ પણ જોડાયા 2 - image


Google NewsGoogle News