ભાજપ માફી માંગેના સૂત્રોચ્ચાર , જલારામ અંડરપાસના મુદ્દે હોબાળા બાદ બેઠક આટોપાઈ
મુખ્યમંત્રીની ગરીમા નહીં જાળવનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ
અમદાવાદ, સોમવાર, 11 માર્ચ, 2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી બેઠકમાં ઉતાવળે
લોકાર્પણ બાદ બંધ કરવામાં આવેલા જલારામ અંડરપાસને લઈ ભાજપ માફી માંગે સહિતના
સૂત્રોચ્ચાર તથા વિપક્ષના હોબાળા વચ્ચે
મેયરે કામો મંજૂર કરી બેઠક આટોપી લીધી હતી.રાજયના મુખ્યમંત્રીની ગરીમા નહીં
જાળવનારા મ્યુનિ.અધિકારીઓ સામે કાર્યવાહી કરવા વિપક્ષે માંગ કરી હતી.
સામાન્ય માસિક સભાના આરંભે રુપિયા ૧૨૯૮ કરોડના ખર્ચથી તૈયાર
કરવામા આવનારા સિકસલેન એલિવેટર કોરીડોરના ખાતમૂહુર્તનો ઉલ્લેખ કરતા સ્ટેન્ડિંગ કમિટિ
ચેરમેને કહયુ, આ કોરીડોરથી વિશાલા,સરખેજ સહિતના વિસ્તારોને
લાભ મળશે અને ટ્રાફિકની સમસ્યા દુર થશે.વિપક્ષનેતાએ ચાર માર્ચના રોજ મુખ્યમંત્રી દ્વારા
રુપિયા ૮૩ કરોડના ખર્ચથી તૈયાર કરવામા આવેલા જલારામ અંડરપાસને તાત્કાલિક અસરથી બંધ
કરવાની મ્યુનિ.તંત્રને પડેલી ફરજનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો.અમદાવાદ મ્યુનિ.ના ઈતિહાસમાં
પહેલી વખત આ પ્રકારે રાજયના મુખ્યમંત્રીની ગરીમાને હાનિ પહોંચાડતો બનાવ બન્યો હોઈ જવાબદાર
તંત્રના અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ.આ પ્રકારની માંગ સાથે વિપક્ષ નેતા સહિતના
કોર્પોરેટરોજલારામ અંડરપાસને લગતા વિવિધ બેનર પ્રદર્શિત કરવાની સાથે સૂત્રોચ્ચાર સાથે
ડાયસ ઉપર પહોંચી જતા અધ્યક્ષસ્થાનેથી મેયરે એજન્ડા ઉપરના કામ ઝડપથી મંજૂર કરાવી બેઠક
આટોપી લીધી હતી.