Get The App

સાબરમતી નદી ઉપર આવેલા સરદાર,ગાંધી તથા દધિચી બ્રિજના બ્યુટિફીકેશન માટે ૯૯ કરોડ ખર્ચ કરાશે

કાયમી ધોરણે સ્ટીલ સ્ટ્રકચરમાં થીમબેઝ રેલીંગ,ડેકોરેટીવ લાઈટીંગ કરાશે

Updated: Feb 9th, 2025


Google NewsGoogle News

    સાબરમતી નદી ઉપર આવેલા સરદાર,ગાંધી તથા દધિચી બ્રિજના બ્યુટિફીકેશન માટે ૯૯ કરોડ ખર્ચ કરાશે 1 - image   

 અમદાવાદ,શનિવાર,8 ફેબ્રુ,2025

સાબરમતી નદી ઉપર આવેલા સરદાર,ગાંધી તથા દધિચી બ્રિજના બ્યુટીફિકેશન પાછળ રુપિયા ૯૯ કરોડનો ખર્ચ કરવા મંજૂરી માંગતી દરખાસ્ત રોડ કમિટી સમક્ષ મુકવામાં આવી છે.આ ત્રણ બ્રિજ ઉપર કાયમી ધોરણે સ્ટીલ સ્ટ્રકચરમાં થીમબેઝ રેલીંગ,ડેકોરેટીવ લાઈટીંગ કરાશે.

જમાલપુરથી પાલડી તરફ જતા ૯૪ વર્ષ જુના તથા ડાબી તરફ આવેલા આશરે ૨૩ વર્ષ જુના સરદાર બ્રિજ ઉપરાંત શાહપુરથી ઈન્કમટેકસ તરફ જતા ૯૨ વર્ષ જુના તથા જમણી બાજુ તરફના ૨૩ વર્ષ જુના ગાંધીબ્રિજ તેમજ ૧૪ વર્ષ જુના દધિચી બ્રિજ ઉપર પ્રાયોગિક ધોરણે બ્રિજના બ્યુટીફીકેશનમાં વધારો થાય તે માટે કાયમી ધોરણે સ્ટીલ સ્ટ્રકચરમાં થીમબેઝ રેલીંગ અન્ય લાઈટવેઈટ સ્ટ્રકચર તથા થીમબેઝ લાઈટીંગ કરવાની કામગીરી માટે ટેન્ડર કરવામાં આવતા કોન્ટ્રાકટર રાજકમલ બિલ્ડર્સના અંદાજિત ભાવથી ૩૮.૨૦ ટકા ભાવના રુપિયા  ૯૯.૭૯ કરોડના ટેન્ડરને મંજૂરી આપવા રોડ કમિટીની મળનારી બેઠક સમક્ષ દરખાસ્ત મુકવામા આવી છે.


Google NewsGoogle News