Get The App

રાજકોટ અગ્નિકાંડમાં 100 પાનાનો રિપોર્ટ સબમિટ, ફાયર સહિત 4 વિભાગની બેદરકારી

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
Rajkot Fire Tragedy


Rajkot Fire Tragedy: રાજકોટના અગ્નિકાંડની ઘટનામાં જવાબદારોને નશ્યત કરવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)નો વચગાળાનો રિપોર્ટ સરકારને સોંપી દેવામાં આવ્યો છે, જેમાં ફાયર સહિતના વિભાગોની લાપરવાહી બહાર આવી છે. જોકે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ભૂમિકા અંગે હજુ તપાસ ચાલી છું. 

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેને લઇને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) તપાસ બાદ રાજ્ય સરકાર વચગાળાનો રિપોર્ટ સુપરત કરી દીધો છે. તપાસ દરમિયાન ચાર આઇએસ અને એક આઇપીએસ અધિકારીની પૂછપરછ કરવામાં આવી છે. તપાસ દરમિયાન ફાયર સહિતના અનેક વિભાગોની લાપરવાહી હોવાનું સામે આવ્યું છે. 

4 વિભાગોની લાપરવાહી સામે આવી

આ સમગ્ર ઘટનામાં  ફાયર વિભાગ, પ્લાનિંગ વિભાગ, લાયસન્સ બ્રાંચ સહિત પોલીસના અમુક વિભાગો અને આર એન્ડ વિભાગના કર્મચારીઓની બેદરકારી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જોકે આ સમગ્ર ઘટનામાં ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાને લઇને હજુ તપાસ ચાલુ છે.  રાજકોટ અગ્નિકાંડમાં જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 

SIT ના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે છેલ્લા 3 વર્ષથી ગેરકાયદેસર રીતે ચાલી રહેલા ગેમિંગ ઝોન વિરૂદ્ધ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગે કોઇપણ પ્રકારના પગલાં લીધા નથી. સતત આંખ આડા કાન કરવામાં આવ્યા છે. રહેણાંક હેતુની જમીન પર કોમર્શિયલ એક્ટિવિટી ચાલી રહી હોવાછતાં તેને અટકાવવા સુદ્ધાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર અને એન્જિનિયરે ગેરકાયદેસર બિલ્ડીંગને હંગામી ગંભીર બેરદકારી દાખવી છે. એટલું જ નહી પરંતુ ફાયર વિભાગના અધિકારીઓએ એકવાર પણ મુલાકાત લીધી ન હોવાથી તેની પણ લાપરવાહી સ્પષ્ટપણે જણાઇ રહી છે. 

આ રિપોર્ટમાં બનાવ કેવી રીત બન્યો છે. શું કારણો છે. સરકારના તંત્રના કયા અધિકારીઓ સંકળાયેલા છે. ભવિષ્યમાં બનતા આ પ્રકારના બનાવોને અટકાવવા માટે શું કરી શકીએ. જવાબદારો વિરૂદ્ધ તેમની જવાબદારી નક્કી કરી તેમના વિરૂદ્ધ પગલાં લેવાની સરકારે સૂચના આપી હતી એટલે અમારી કમિટીએ રાત દિવસ મહેનત કરી તપાસ કરી છે. 

આ તપાસ દરમિયાન 4 આઇએસ અને 1 આઇપીએસ ઓફિસરની પૂછપરછ કરવામાં આવી છે. જે લોકોના ગેમઝોનમાં ફોટોગ્રાફ હતા એ લોકોની પૂછપરછમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે માર્ચ મહિનામાં 2022 એક અધિકારીનો જન્મ દિવસ હતો ત્યારે બર્થ ડેમાં પરિવાર સાથે આ લોકો ગયા હતા. આ લોકો તેના ઉદઘાટન કે ઓપનિંગમાં ગયા ન હતા. તે અંગે પૂછપરછ કરી છે. 

અન્ય આઇએસ આઇપીએસ અધિકારીઓની તપાસ, ઇન્ટ્રોગેશન પૂછપરછ કરવામાં આવશે. સરકારની સીટને સ્પષ્ટ સૂચના છે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે તેમ એસઆઇટી વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું.  ત્યારે શું માત્ર અધિકારીઓને પૂછપરછ કરીને છોડી મુકવામાં આવશે કેમ એ મોટો સવાલ છે?

ઘટનાના 28 દિવસ બાદ રિપોર્ટ સબમિટ

20 જૂન એટલે કે ગઇકાલે રિપોર્ટ સોંપવાનો હતો પરંતુ તેમાં કામગીરી અધુરી હોવાથી વિલંબ થઇ રહ્યો હતો. ગઇકાલે મોડી રાત સુધી નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે સુઓમોટો લઇને 27 મેના રોજ સુનાવણી કરી હતી ત્યારે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે 72 કલાકની અંદર સીટનો રિપોર્ટ સુપરત કરવામાં આવશે. પરંતુ આજે રાજકોટ અગ્નિકાંડના 28 દિવસ બાદ સીટનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. 

રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોના મોત

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 27 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. આ બનાવથી આખું ગુજરાત હચમચી ગયું હતું. રાજ્યના મોટા નેતાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જવાબદાર સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. 


Google NewsGoogle News