SITએ રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સરકારને સોંપાયો નથી, અધુરી કામગીરીના લીધે વિલંબ

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
harsh-Sanghavi


Rajkot Fire Tragedy: રાજકોટના અગ્નિકાંડની ઘટનામાં જવાબદારોને નશ્યત કરવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)નો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો નથી, પરંતુ ટૂંક સમયમાં કાર્યવાહી પૂર્ણ કરીને ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવને આપવામાં આવશે. 

ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું  કે સીટની કાર્યવાહીમાં હાલ નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તે પૂર્ણ થવામાં છે. ગઈરાત્રીના બે વાગ્યા સુધી નિવેદનો નોંધાયા છે. આ રિપોર્ટના આધારે દુખદ ઘટનામાં વધુ અધિકારી અને કર્મચારીઓનું સસ્પેન્શન તોળાઈ રહ્યું છે. સીટના વડા સિનિયર પોલીસ અધિકારી સુભાષ ત્રિવેદી એક બે દિવસમાં સીટના રિપોર્ટ અંગે સત્તાવાર નિવેદન આપશે. 

રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગઇકાલે સીટનો રિપોર્ટ 20ની જૂને સોંપી દેવામાં આવશે પરંતુ તેમાં કામગીરી હજુ અધુરી હોવાથી વિલંબ થયો છે. આજે પણ દિવસ દરમિયાન નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી હતી. ચોથી જુલાઇએ સરકારની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટની સાથે સીટનો રિપોર્ટ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે. 


Google NewsGoogle News