Get The App

અમદાવાદમાં સિંગર્સનો મેળાવડો: દિલજીત, અરિજિત, કોલ્ડપ્લે સહિત જુઓ કોન્સર્ટ્સનું લિસ્ટ

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં સિંગર્સનો મેળાવડો: દિલજીત, અરિજિત, કોલ્ડપ્લે સહિત જુઓ કોન્સર્ટ્સનું લિસ્ટ 1 - image


List Of Concerts To Held In Ahmedabad : કોલ્ડપ્લેના ચાહકો 16 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ યોજાનારા કોન્સર્ટની અધીરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ એકમાત્ર એવો કોન્સર્ટ નથી કે જે અમદાવાદમાં યોજાઈ રહયો હોય, આ સિવાય પણ ઘણાં કોન્સર્ટ છે કે જે આ વખતે શિયાળા દરમિયાન યોજાઈ રહ્યા છે. અમદાવાદમાં નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન દિલજીત દોસાંઝ અને કોલ્ડપ્લે સહિત અનેક કોન્સર્ટ થવાના છે. તો ચાલો તેમના વિશે વિગતવાર જાણીએ... 

ઇન્ડિયા'સ રોકસ્ટાર

17મી નવેમ્બરે ગિફ્ટસિટી, ગાંધીનગર ખાતે પંજાબના પોતાના ગ્લોબલ આઈકન દિલજીત દોસાંઝના દિલ-લુમિનાટી કોન્સર્ટ સાથે આ ફેસ્ટિવલની શરૂઆત થશે.

• તારીખ: 17 નવેમ્બર 2024

• ટિકિટ: બંધ

• સ્થળ: ગિફ્ટસિટી, ગાંધીનગર

રેટ્રો મોડર્ન સ્ટાઈર

અમદાવાદમાં સિંગર્સનો મેળાવડો: દિલજીત, અરિજિત, કોલ્ડપ્લે સહિત જુઓ કોન્સર્ટ્સનું લિસ્ટ 2 - image

એક અઠવાડિયા પછી બહુમુખી પ્રતિભા ધરાવતા પીયૂષ મિશ્રાની આગેવાની હેઠળનું ‘બલ્લીમારન’ બેન્ડ અને અભિનેતા,ગીતકાર અને ગાયક 23મી નવેમ્બરે તેમના 'ઉડનખાટોલા' કોન્સર્ટથી શહેરના સંગીતના ચાહકોને આકર્ષિત કરશે

• તારીખ: 23 નવેમ્બર, 2024

• ટિકિટ: ચાલુ 

• સ્થળ: અદાણી શાંતિગ્રામ ક્રિકેટ ગ્રાઉન્ડ

સ્ટ્રીંગ્સ ઓફ સોલ

અમદાવાદમાં સિંગર્સનો મેળાવડો: દિલજીત, અરિજિત, કોલ્ડપ્લે સહિત જુઓ કોન્સર્ટ્સનું લિસ્ટ 3 - image

જો ‘એ દિલ હૈ મુશ્કિલ’ પ્રકારની વાઈબ તમારે કલાકારોમાંથી જોઈતી હોય તો અમિત મિશ્રા તમારા માટે શ્રેષ્ટ વિલ્ક્પ છે. બૉલીવુડમાં પૉપ મિક્સ કરવાના માસ્ટર મિશ્રા તમારા નવેમ્બરનો અંત યાદગાર યાદો સાથે કરશે.

• તારીખ: 30 નવેમ્બર, 2024

• ટિકિટ: ચાલુ  

• સ્થળ: YMCA ક્લબ, અમદાવાદ

રીઘમ ડિવાઈન

અમદાવાદમાં સિંગર્સનો મેળાવડો: દિલજીત, અરિજિત, કોલ્ડપ્લે સહિત જુઓ કોન્સર્ટ્સનું લિસ્ટ 4 - image

1લી ડિસેમ્બરે ભારત અને વિશ્વભરના સંગીતના કલાકારો સૂફી સંગીત રજૂ કરશે. 

• તારીખ: 1 ડિસેમ્બર, 2024

• ટિકિટ: ચાલુ

• સ્થળ: શ્રેયસ ફાઉન્ડેશન, અમદાવાદ

લિજેન્ડરી લેગસી

અમદાવાદમાં સિંગર્સનો મેળાવડો: દિલજીત, અરિજિત, કોલ્ડપ્લે સહિત જુઓ કોન્સર્ટ્સનું લિસ્ટ 5 - image

આ સિવાય ડિસેમ્બરમાં કવ્વાલી ઉસ્તાદ પુરણચંદ વડાલી અને લખવિંદર વડાલી 15મી ડિસેમ્બરે અમદાવાદના લોકોને પોતાની પ્રતિભાથી ડોલાવશે. 

• તારીખ: 15 ડિસેમ્બર, 2024

• ટિકિટ: ચાલુ

• સ્થળઃ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડીટોરીયમ

કોલ્ડ મેસ

અમદાવાદમાં સિંગર્સનો મેળાવડો: દિલજીત, અરિજિત, કોલ્ડપ્લે સહિત જુઓ કોન્સર્ટ્સનું લિસ્ટ 6 - image

શિયાળાના અંધકારમાં 22મી ડિસેમ્બરે પ્રતીક કુહાડ પોતાના સંગીતથી તમારા મૂડને સંપૂર્ણપણે બદલી નાખશે.  

• તારીખ: 22 ડિસેમ્બર, 2024

• ટિકિટ: ચાલુ

• સ્થળ: સવાન્ના પાર્ટી લૉન

પરફેક્ટ ન્યૂ યર પ્લાન

અમદાવાદમાં સિંગર્સનો મેળાવડો: દિલજીત, અરિજિત, કોલ્ડપ્લે સહિત જુઓ કોન્સર્ટ્સનું લિસ્ટ 7 - image

'તૌબા તૌબા', 'સોફ્ટલી' અને 'વ્હાઈટ બ્રાઉન બ્લેક' જેવા લોકપ્રિય ગીતો ગાનાર લોકપ્રિય પંજાબી ગાયક કરણ ઔજલા નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં તેની 'ઈટ વોઝ ઓલ અ ડ્રીમ' ટૂર પર હશે.  

• તારીખ: 31 ડિસેમ્બર, 2024

• ટિકિટ: લાઈવ

• સ્થળ: હજુ જાહેર કરવાનું બાકી 


અરિજિત સિંહ લાઈવ

અમદાવાદમાં સિંગર્સનો મેળાવડો: દિલજીત, અરિજિત, કોલ્ડપ્લે સહિત જુઓ કોન્સર્ટ્સનું લિસ્ટ 8 - image

રોમેન્ટિક અને મેલોડી સંગીતના કિંગ કહેવાતા ગાયક અરિજિત સિંહ ફરી એકવાર અમદાવાદમાં લાઈવ પરફોર્મ કરશે. વાઇબ્રન્ટ શહેર અમદાવાદમાં તેમનો જાદુઈ અવાજ સાંભળવાનું ચૂકશો નહીં.

• તારીખ: 12 જાન્યુઆરી, 2025

• ટિકિટ: ચાલુ

• સ્થળ: ગિફ્ટ સિટી, ગાંધીનગર

ધ સેન્ટરપીસ

અમદાવાદમાં સિંગર્સનો મેળાવડો: દિલજીત, અરિજિત, કોલ્ડપ્લે સહિત જુઓ કોન્સર્ટ્સનું લિસ્ટ 9 - image

આ બધા કોન્સર્ટમાં સાથી વધારે જો સંગીત ચાહકો રાહ જોઈ રહ્યા હોય તો એ બ્રિટિશ પોપ-રોક બેન્ડ કોલ્ડપ્લે છે. બેન્ડે તેમના મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ ટુરના ભાગરૂપે ભારતમાં તેના ચોથા શોની જાહેરાત કરી છે. જે 1,00,000 થી વધુની ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25 જાન્યુઆરીના રોજ યોજાશે.

• તારીખ: 25 જાન્યુઆરી, 2025

• ટિકિટ: 16મી નવેમ્બરે બપોરે 12 વાગ્યેથી શરુ થશે 

• સ્થળઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

વિશ્વ વિખ્યાત બેન્ડ્સથી લઈને સૂફી ગાયકો સુધી અમદાવાદવાસીઓ શિયાળાની ઠંડીમાં મનમોહક સંગીત સાંભળવા માટે તૈયાર છે.


Google NewsGoogle News