મિત્રો બન્યા દુશ્મન : જાણીતા ગાયક અને ભાજપ નેતાએ 50 મિત્રોને ભેગા કરી સાથી નેતા પર જ કર્યો હુમલો

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
મિત્રો બન્યા દુશ્મન : જાણીતા ગાયક અને ભાજપ નેતાએ 50 મિત્રોને ભેગા કરી સાથી નેતા પર જ કર્યો હુમલો 1 - image


Vijay Suvada Against police Complaint : જાણીતા સિંગર વિજય સુવાળાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ફિલ્મી સ્ટાઇલમાં ગુંડાગર્દી જોવા મળે છે. દિનેશ દેસાઇ નામના જમીન દલાલની ઓફિસ પર 50 જેટલા લોકોના ટોળાએ હોબાળો મચાવ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઇને જમીન દલાલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય સુવાળા અને તેમના ભાઇ યુવરાજ સુવાળા સહિત 50 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઇ છે જેમાં 13 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર જાણીતા સિંગર વિજય સુવાળા અને તેમના ભાઇ તથા 50 થી વધુ લોકોએ જમીન દલાલ દિનેશ દેસાઇની ઓફિસ પર જઇને ઉત્પાત મચાવ્યો હતો. 50 લોકોના ટોળાએ ઓફિસ પર જઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. 

હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર જમીનની લેતી-દેતીમાં વિવાદ થતાં દિનેશ દેસાઈ પર હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે મહત્વની વાત એ છે કે AAPમાં જોડાયેલા વિજય સુવાળા રાતોરાત છોડીને ભાજપમાં જોડાયા હતા. તો બીજી તરફ દિનેશ દેસાઇ પણ ભાજપના જ નેતા છે. 


Google NewsGoogle News