સિમ્સ રેલવે ઓવરબ્રિજ નીચે સ્પોર્ટસ એકિટવીટી સેન્ટર માટેના યુઝર ચાર્જ નકકી કરાયા
બોકસ ક્રીકેટ માટે એક કલાકનો રુપિયા ૭૦૦,ટેબલ ટેનિસ માટે રુપિયા ૨૦૦ વસૂલાશે
અમદાવાદ,શુક્રવાર,31 જાન્યુ,2025
અમદાવાદના ગોતા-થલતેજ વોર્ડમાં સિમ્સ હોસ્પિટલથી ઝાયડસ
હોસ્પિટલ જતા રોડ ઉપર આવેલા સિમ્સ રેલવેઓવરબ્રિજ નીચે સ્પોર્ટસ એકિટવીટી સેન્ટર
માટેના યુઝર ચાર્જ નકકી કરવામા આવ્યા છે.બોકસ ક્રીકેટ માટે એક કલાકના રુપિયા ૭૦૦
તથા ટેબલ ટેનિસ માટે રુપિયા ૨૦૦ વસૂલવામાં આવશે.
સિમ્સ રેલવે ઓવરબ્રિજ નીચે આવેલી અંડરસ્પેસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન
દ્વારા સ્પોર્ટસ એકટિવીટી સેન્ટર બનાવવામાં આવ્યુ છે. આ સેન્ટરના અલગ અલગ સ્પાનમાં
બોકસ ક્રીકેટ ઉપરાંત બાસ્કેટબોલ,
વોલીબોલ,ફુટબોલ તેમજ
પીકલ બોલ, એરહોકી ટેબલ, કેરમબોર્ડ સહીતની
અન્ય રમતો માટે આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત કાફેટેરીયા અને ફુડ કોર્ટની કરવામાં
આવેલી વ્યવસ્થા માટેના યુઝરચાર્જ વસૂલવા નિર્ણય કરવામાં આવ્યો છે.
કઈ એકટિવીટી માટે કેટલો યુઝર ચાર્જ વસૂલાશે?
પ્રવૃત્તિ ચાર્જ(રુપિયા) સમય
એરહોકી ૮૦ એકગેમ
ટેબલટેનિસ ૨૦૦ એક
કલાક
ચેસ ૨૦૦ એક
કલાક
કેરમ ૨૦૦ એક
કલાક
કુઝબોલ ૨૫૦ એક કલાક
બોકસ ક્રીકેટ ૭૦૦ એક
કલાક
પિકલબોલ ૫૦૦ એક
કલાક
બાસ્કેટ બોલ ૪૦૦ એક
કલાક
પૂલ ટેબલ ૩૫૦ એક
કલાક