Get The App

'અમારી ચોરીમાં પોલીસનો પણ ભાગ..' ચોરોની ચોંકાવનારી કબૂલાત, ગુજરાત પોલીસની આબરુના ધજાગરા

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
'અમારી ચોરીમાં પોલીસનો પણ ભાગ..' ચોરોની ચોંકાવનારી કબૂલાત, ગુજરાત પોલીસની આબરુના ધજાગરા 1 - image


Gujarat Police: સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક ઘટનાએ ગુજરાત પોલીસની આબરુના ધજાગરા કરી નાંખ્યા છે. ચોરી કરવા જતા રંગે હાથ પકડાયેલા એક આરોપીને લોકોએ ઝાડ સાથે બાંધી પૂછપરછ કરી તો તેણે ચોંકાવનારું બયાન આપ્યું કે 'અમે જે ચોરી કરીએ છીએ તેમાં પોલીસનો પણ ભાગ છે. દર મહિને પોલીસને અમે 10થી 15 હજાર રૂપિયાનો હપ્તો આપીએ છીએ.’

આ પણ વાંચો: ગુજરાતમાં નિયમની 'ઐસી કી તૈસી'! 20 SP બદલાયા પણ લાંચિયા ASIએ 20 વર્ષથી એક જ ટેબલ પર ફરજ બજાવી


અત્યંત શરમજનક એવી આ ઘટના મહેસાણા જિલ્લા પોલીસની છે કે જે છેલ્લા કેટલાક સમયથી ગામડાઓમાં ચાલતાં બોગસ કોલ સેન્ટરના કારણે ભારે વિવાદમાં છે. આ ચોર ટોળકીનો સૂત્રધાર પકડાઈ ગયો છે પણ ચોરેલો માલ લઈને તેના સાગરિતો ફરાર થઈ ગયા છે. 

'અમારી ચોરીમાં પોલીસનો પણ ભાગ..' ચોરોની ચોંકાવનારી કબૂલાત, ગુજરાત પોલીસની આબરુના ધજાગરા 2 - image



Google NewsGoogle News