અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં અફરાતફરી મચી, દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા

હોસ્પિટલમાં ઈલેક્ટ્રીક બોર્ડની જ્યાંથી લાઈન પસાર થતી હતી ત્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં અફરાતફરી મચી, દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા 1 - image



અમદાવાદઃ (Ahmedabad)ગુજરાતમાં આગ લાગવાના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. સુરતના જુના બોમ્બે માર્કેટમાં સાડીની દુકાનમાં આગ લાગવાથી લાખોનો માલ બળીને ખાક થઈ જવાની ઘટના બની છે. (Shardaben hospital )ત્યાં અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન (Amc)હોસ્પિટલમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી.(Fire incident)હોસ્પિટલમાંથી કેટલાક દર્દીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી દેવાયા હતાં. 

દર્દીઓને સલામત સ્થળે ખસેડી દેવામાં આવતા જાનહાની ટળી

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં સવારે આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાઈ હતી. ત્યાર બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, સામાન્ય શોર્ટ સર્કિટથી ઈલેક્ટ્રિક બોર્ડ સળગ્યું હતું. આગ લાગતાં ધૂમાડા નીકળ્યા હતાં. આ દરમિયાન કોઈ મોટી જાનહાની ના થાય તે માટે હોસ્પિટલમાં રહેલા કેટલાક દર્દીઓને તાત્કાલિક વોર્ડ ખાલી કરાવી અને સંકુલની બહાર મોકલી દેવામાં આવ્યા હતા. આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. 

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું

ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શારદાબેન હોસ્પિટલમાં ઈલેક્ટ્રીક બોર્ડની જ્યાંથી લાઈન પસાર થતી હતી ત્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાથી ફાયર બ્રિગેડના બે વાહનો અને સ્ટાફ હોસ્પિટલ પહોંચ્યો હતો. હોસ્પિટલ સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં રાખવામાં આવેલ ફાયર સાધનની મદદથી આગ બુઝાવવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર લઈ રહેલા કેટલાક દર્દીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. માત્ર સામાન્ય આગ લાગી હતી. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.


Google NewsGoogle News