Get The App

અમદાવાદમાં શાહરૂખ ખાનને ડીહાઇડ્રેશન થતાં હોસ્પિટલમાં દાખલ, પત્ની ગૌરી ખાન પણ પહોંચી

Updated: May 22nd, 2024

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં શાહરૂખ ખાનને ડીહાઇડ્રેશન થતાં હોસ્પિટલમાં દાખલ, પત્ની ગૌરી ખાન પણ પહોંચી 1 - image


Shahrukh Khan In Ahmedabad Hospital: ગુજરાતભરમાં ભયંકર ગરમી પડી રહી છે. અમદાવાદમાં બપોરના સમયે 45 ડિગ્રી આસપાસ તાપમાન રહે છે. આ વચ્ચે આજે(22 મે) ગરમીનાં કારણે KKR ટીમના માલિક અને બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની તબિયત લથડી હતી. શાહરૂખ ખાનને હિટસ્ટ્રોકના કારણે ડીહાઇડ્રેશન થયું હતું. જેને લઈને તેમને આજે બપોરે 1 વાગ્યે શહેરની KD હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને હજુ સુધી હોસ્પિટલથી રજા નથી મળી. કેટલીક મોટી હસ્તીઓ તેમની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચી છે. જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2024ની ક્વોલિફાયર મેચ રમાઈ રહી છે. ગઈકાલે પોતાની ટીમ KKRને સપોર્ટ કરવા માટે શાહરૂખ ખાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર હતો. આમ, બે દિવસથી શાહરૂખ ખાન અમદાવાદમાં જ છે. ગઈકાલે મેચ બાદ પણ શાહરૂખ ખાન સ્ટેડિયમ પર લાંબ સમય સુધી રહ્યો હતો અને ફેન્સનો આભાર માન્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે તેઓ પોતાની ટીમ સાથે અમદાવાદની હોટલમાં પહોંચ્યા હતા. ત્યારબાદ આજે તેમની તબિયત લથડી હોવાના સમાચાર મળી રહ્યા છે. જોકે હોસ્પિટલ તરફથી સત્તાવાર કોઈ માહિતી અપાઈ નથી.

શાહરૂખને હિટસ્ટ્રોકની સાથે ન્યુમોનિયાની અસર

શાહરૂખ ખાનની તબિયત અંગે લેટેસ્ટ અપડેટ આવી છે. જેમાં જાણવા મળી રહ્યું છે કે, શાહરૂખ ખાનને હિટસ્ટ્રોકની સાથે ન્યુમોનિયાની પણ અસર છે. જેને લઈને KD હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે. તેમને શુક્રવાર સવારે રજા આપવામાં આવી શકે છે. હાલ તેમને આખી રાત હોસ્પિટલમાં ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં રખાશે. જોકે, પરિવાર કહેશે તો મોડી રાત્રે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ, હોસ્પિટલમાં ગૌરી ખાન અને સુહાના ખાન હાજર છે.

ગૌરી ખાન, સુહાના ખાન અને જૂહી ચાવલા પણ પહોંચી હોસ્પિટલ

શાહરૂખ ખાનની તબિયત જાણવા માટે હસ્તીઓની લાઈન લાગી છે. આ વચ્ચે પત્ની ગૌરી ખાન, પુત્રી સુહાના ખાન અને બોલિવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલા પોતાના પતી જય મહેતા સાથે ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલે  KKR અને SRH વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. પોતાની ટીમને સપોર્ટ કરવા માટે બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન અમદાવાદ આવ્યા હતા.

શાહરૂખ ખાન મેચ બાદ અમદાવાદમાં હતા

આ વર્ષની ગરમીથી સૌકોઈ હેરાન પરેશાન છે. તેવામાં એક્ટર પણ ન બચી શક્યા. તેમને લૂ લાગી ગઈ. શાહરૂખ ખાન ક્વોલિફાયર 1માં પોતાની ટીમ KKRને સપોર્ટ કરવા માટે અમદાવાદમાં હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી, જેને જોવા માટે સુહાના ખાન, અબરામ ખાન, અનન્યા પાંડે અને શનાયા કપૂર પહોંચ્યા હતા.

Tags :