Get The App

શાહપુરમાંથી બનાવટી વિદેશી દારૂ સાથે પોલીસે યુવકને ઝડપી લીધો

વિદેશી દારૂ સાથે વિવિધ ફ્લેવર ઉમેરીને વેચાણ કરતો હતો

પોલીસને તેલના ડબ્બામાંથી પણ દારૂ મળી આવ્યો વાંધાજનક કેમીકલ દારૂમાં ઉમેરવામાં આવતું હોવાની આશંકા

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
શાહપુરમાંથી બનાવટી વિદેશી દારૂ સાથે પોલીસે યુવકને ઝડપી લીધો 1 - image

અમદાવાદ,ગુરૂવાર

શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી રેંવતદાસની ખડકીમાં પોલીસે દરોડો પાડીને બનાવટી વિદેશી દારૂના મોટા જથ્થા એક સ્થાનિક વ્યક્તિની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે. પોલીસને સ્થળ પરથી તેલના ડબ્બામાં છુપાવેલો દારૂનો જથ્થો અને ખાલી બોટલો પણ મળી આવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શાહપુરમાંથી બનાવટી વિદેશી દારૂ સાથે પોલીસે યુવકને ઝડપી લીધો 2 - imageશાહપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર  પી બી ખાંભલાના સ્ટાફને બાતમી મળી હતી કે  શાહપુર હલીમની પટ્ટી નજીક આવેલા રેંવતદાસ ખડકીમા રહેતો રીકી બરોલા (જૈન) વિદેશી દારૂનો વેપલો કરે છે. જેના આધારે પીએસઆઇ ડી જી ભાટીયા અને તેમના સ્ટાફે દરોડો પાડયો ત્યારે તે ચોંકી ઉઠયા હતા. પોલીસને રીકીના ઘરમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો અને તેલના ડબ્બામાંથી પણ વિદેશી દારૂ મળી આવ્યો હતો. તેમજ ૪૯ બોટલ દારૂ મળી આવ્યો હતો.

શાહપુરમાંથી બનાવટી વિદેશી દારૂ સાથે પોલીસે યુવકને ઝડપી લીધો 3 - imageઆ અંગે પુછપરછ પોલીસને જાણવા મળ્યું હતું રીકી જૈન  બહારથી વિદેશી દારૂ લાવીને તે દારૂમાં અન્ય ફ્લેવર ઉમેરીને બોટલમાં પેક કરીને વેચાણ કરતો હતો. આ અંગે પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

પોલીસને આશંકા છે કે આરોપી દારૂમાં કેટલાંક કેમીકલ ઉમેરતો હોય શકે છે. જે અંગે નકલી દારૂના સેમ્પલ લઇને તપાસ માટે એફએસએલમાં મોકલવી આપવામાં આવ્યા છે.



Google NewsGoogle News