ગુજરાતના અધિકારીઓ સામે ગંભીર કેસની તપાસમાં માત્ર નાટક, એસઆઈટી કમિટી રચી પણ પરિણામ શૂન્ય

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
investigation


Serious Case Against Gujarat officials: ગુજરાતમાં જે ઉચ્ચ અધિકારીઓ સામે વિવિધ તબક્કે તપાસ થાય છે તેના અહેવાલો ગોપનિય રાખીને ભીનું સંકેલવાનો પ્રયાસ થાય છે, પરિણામે આક્ષેપિત અધિકારી સામે કોઇ શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકતી નથી. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ હપ્તા ઉઘરાવે છે, તેવી ભાજપના જ નેતા ગોવિંદ પટેલે કરેલી ફરિયાદનું પરિણામ માત્ર બદલી આવ્યું છે. 

પ્રજાની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ!

સુરેન્દ્રનગર કલેક્ટર રાજેશની ભ્રષ્ટાચારના આરોપ બદલ CBIએ ધરપકડ કરી હતી. પરંતુ તેમાં બીજા કોઈ તથ્ય સામે આવ્યા નથી. બીજા શબ્દોમાં કહીએ તો તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા. ટેન્ડરમાં ખરીદી અને વૃક્ષારોપણમાં ગેરરીતિઓ આચરનારા જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર વીજે રાજપૂતને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ તેનું કનેક્શન શોધી શકાયું નથી. રાજ્યમાં સુરતનો તક્ષશિલાકાંડ, વડોદરાનો હરણીકાંડ, મોરબીના ઝૂલતા પુલની ઘટના અને રાજકોટના અગ્નિકાંડમાં જવાબદારોને શોધવા ઇન્કવાયરી કમિશન, તપાસ સમિતિ અને એસઆઈટીની તપાસ કરવામાં આવે છે. પરંતુ આ તપાસ રિપોર્ટના કઠોર પરિણામ નિકળતાં નથી. આ બધી તપાસ માત્ર નાટકો કરી પ્રજાની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ થાય છે.

જમીન કૌભાંડમાં વલસાડનાં કલેકટર સસ્પેન્ડ

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સુરત નજીક આવેલા ડુમસમાં સરકારી માલિકીની અંદાજે રૂ. 2000 કરોડના મૂલ્યની સર્વે નંબર 311-3 હેઠળની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચઢાવી દઈને બિલ્ડરને વેચી દેવાના કૌભાંડ વલસાડના કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કરી દીધા હતા. જો કે, આ સમગ્ર મામલે આ સમગ્ર ઘટનામાં એસઆઈટીની રચના કરી તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવામાં આવે તેવી વિપક્ષે માગ છે.


Google NewsGoogle News