Get The App

ક્ષત્રિયોના વિરોધને ડામવા ભાજપનો ગેમપ્લાન, કાર્યક્રમ-રેલીઓની સુરક્ષા જવાબદારી આ અધિકારીઓને સોંપી

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
ક્ષત્રિયોના વિરોધને ડામવા ભાજપનો ગેમપ્લાન, કાર્યક્રમ-રેલીઓની સુરક્ષા જવાબદારી આ અધિકારીઓને સોંપી 1 - image


Lok Sabha Elections 2024:રશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી ટીપ્પણીને લઇને વિવાદ હજુ પણ શાંત થયો નથી. ભાજપના કાર્યક્રમો દરમિયાન ક્ષત્રિય સમાજના યુવકો કાળા વાવટા દર્શાવીને વિરોધ દર્શાવી રહ્યા છે. જેના કારણે ભાજપના નેતાઓએ નવી વ્યુહ રચના અપનાવી છે. જેમાં ભાજપના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી ક્ષત્રિય અધિકારીને સોંપવા માટે તાકીદ કરી છે. જેથી સિનિયર પોલીસ અધિકારી ક્ષત્રિય હોય તો વિરોધ કરવા આવેલા ક્ષત્રિય સમાજના યુવાનોને શાંત કરવા વધુ આસાન બની રહે. આમ, ચૂંટણી ટાણે  જ ક્ષત્રિય સમાજના વિરોધને લઇને ભાજપના નેતાઓ મુંઝવણમાં મુકાઇ ગયા છે. 

ઇડર અને ભાવનગરમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય યુવાનો દ્વારા કાળા વાવટા દર્શાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યારે કેટલાંક સ્થળોએ ભાજપના નેતાઓને ક્ષત્રિય સમાજ દ્વારા પ્રચાર કરતા રોકવામાં આવી રહ્યા છે. બીજી તરફ આજ સાંજ સુધીમાં પરશોત્તમ રૂપાલા ફોર્મ પરત નહી ખેંચે તો સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધની ચીમકી  આપવામા આવી છે. ત્યારે ચૂંટણીને હવે ૧૯ દિવસ જ બાકી છે. ત્યારે નેતાઓને ચૂંટણી પ્રચાર દરમિયાન ક્ષત્રિય સમાજના વિરોધનો ડર છે. 

આથી ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓએ ગૃહ અને પોલીસ વિભાગના અધિકારીઓની મદદ લીધી છે. જેમાં ભાજપના લોકસપર્કથી માંડીને રેલી-સભા સુધીના કાર્યક્રમોમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળવા માટેની જવાબદારી ક્ષત્રિય સમાજના સિનિયર પોલીસ અધિકારીઓને સોંપવામાં આવ તેવી રજૂઆત કરી હતી. જેથી વિરોધ કરતા ક્ષત્રિય યુવાનોને તેમના જ સમાજના પોલીસ અધિકારીઓ સાથે ગેરવર્તણૂંક ન કરે અને પરિસ્થિતિ ઝડપથી કાબુમાં રહે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ક્ષત્રિયોની રેલી દરમિયાન સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજના સિનિયર પોલીસ અધિકારીઓન મોટી સંખ્યામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સ્થિતિ જાળવવા માટે વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી. આમ, હવે ભાજપે નવી વ્યુહ રચના અપનાવીને ક્ષત્રિય વિરોધને રોકવા પ્રયાસ કર્યો છે.


Google NewsGoogle News