Get The App

સિનિયર IAS અધિકારીની પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો, ગાંધીનગરની હોસ્પિટલમાં દાખલ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
Gandhinagar


IAS Ranjit Tanvar : 2005 બેચના IAS અધિકારી રણજિત તંવરની પત્નીએ આજે ગાંધીનગરમાં ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં IAS અધિકારીની પત્નીને ગંભીર હાલતમાં ગાંધીનગર સ્થિત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઝેરી દવાની વધુ અસર થતાં તેમને ઈમરજન્સી હેઠળ દાખલ કરી સિવિલના આઇસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યાં હતા. હાલમાં તે આઇસીયુમાં સારવાર હેઠળ છે.

2023થી મારી પત્ની મારી સાથે રહેતી નથી

મળતી માહિતી પ્રમાણે આ ઘટના બાદ રણજિત તવંરે કહ્યું કે, '2023થી મારી પત્ની મારી સાથે રહેતી નથી. 8 મહિનાથી વધુ સમયથી ગુજરાતમાં હાજર નથી. તેવામાં મે છૂટાછેડા માટે અરજી કરી હતી. આમ અમારા બાળકો હાલ મારી સાથે રહે છે.'

ઝેરી દવા પીવાથી હાલ આઈસીયુમાં સારવાર હેઠળ

સિનિયર IAS અધિકારી રણજિત તંવરની પત્નીએ ઝેરી દવા પીવાથી હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે, ત્યારે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ નિયતિ લખાણીએ ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે, 'હું એટલું જ કહી શકું છું કે દર્દીની સ્થિતિ સ્થિર છે.'

સિનિયર IAS અધિકારીની પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો, ગાંધીનગરની હોસ્પિટલમાં દાખલ 2 - image


Google NewsGoogle News