BSNL લેન્ડલાઇન ફોન ચાલુ જ રાખો, સિનિયર સિટીઝન્સને હાલાકી હોવા છતાં માગ સ્વીકારાતી નથી
Demand To Continue BSNL Landline Phone: લેન્ડલાઇન ફોનનું ચલણ ભલે હવે ધીરે-ધીરે ઘટી રહ્યું છે, પરંતુ આજે પણ ખાસ કરીને અનેક સિનિયર સિટીઝન્સ એવા છે જેમને મોબાઇલ નહીં પણ લેન્ડલાઇન ફોન જ ફાવે છે. છતાં બીએસએનએલ દ્વારા આ સિનિયર સિટીઝન્સના લેન્ડલાઇન ફોનનું કનેક્શન ચાલુ કરવાની તસ્દી લેવામાં આવી રહી નથી.
'10 મહિનાથી લેન્ડલાઇન ફોન બંધ'
ગુજરાતમાં હજુ ચાર લાખ જેવા ઘરમાં લેન્ડલાઇન ફોનના કનેક્શન છે. પરંતુ યોગ્ય સર્વિસ નહીં મળતાં તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે નવા વાડજમાં રહેતા પ્રકાશચંદ્ર સોનીએ જણાવ્યું કે, 'સિનિયર સિટીઝન હોવાથી મને અને મારી પત્નીને લેન્ડલાઇન ફોનનો ઉપયોગ જ ફાવે છે. અમારો લેન્ડલાઇન ફોન 10 મહિનાથી બંધ છે. તમામ બિલ ભરપાઈ કરેલા હોવા છતાં લેન્ડલાઇન ફોન ચાલુ કરવામાં આવ્યો નથી.'
આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ગ્રાન્ટેડ અને ખાનગી સંચાલકો સામસામે, 50 વર્ષમાં પહેલીવાર ઉમેદવાર જ સસ્પેન્ડ