બાપુનગરમાં પાણીમાં સોડિયમ નાઇટ્રાઇટ આપી પિતાએ પુત્રની હત્યા કરી
બે બાળકો સાથે પોતે પણ આપઘાત કરવાનો હતો
દસ વર્ષના પુત્રને નાઇટ્રાઇટ પીવડાતાં મોત થયું
અમદાવાદ, બુધવાર
બાપુનગરમાં રહેતા માનસિક પીડીત યુવકે બે સંતાનો સાથે આપઘાત કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેને લઇને પત્ની બહાર ગામ ગઇ હતી તેનો લાભ ઉઠાવીને પ્રથમ સગીર દિકરીને ઉલ્ટી ના થાય તેની દવા પીવડાવી હતી બાદમાં દસ વર્ષના પુત્રને પણ ઉલ્ટીના થાય તે દવા પીવડાવ્યા બાદ પાણીમાં સોડિયમ નાઇટ્રાઇટ આપતાં તેના હોઠ વાદળી પડી જતાં તે ગભરાઇને પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો. સારવાર દરમિયાન પુત્રનું મોત થયું હતું. આ બનાવ અંગે બાપુનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માનસિક પીડીત પિતાએ પુત્રીને ઉલ્ટી ના થાય તેવી દવા પીવડાવી દસ વર્ષના પુત્રને નાઇટ્રાઇટ પીવડાતાં મોત થયું
ચાંદખેડામાં રહેતા યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં બાપુનગરમાં રહેતા પોતાના નાના ભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સવારે આરોપી ભાઇની પત્ની બહાર ગામ ગઇ હતી ત્યારે પોતે પોતાના બે બાળકો સાથે આપઘાત કરવાનું નક્કી કર્યું હતું .
જેના ભાગરૃપે પ્રથમ ૧૫ વર્ષની પોતાની પુત્રી અને દસ વર્ષના પુત્રને ઉલ્ટી ના થાય તે દવા પીવડાવી હતી ત્યારબાદ પુત્રને પાણીમાં સોડિયમ નાઇટ્રાઇટ આપતાં તેના હોઠ વાદળી પડી જતાં તે ગભરાઇને મોબાઇલ ઘરે મૂકીને પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો. બીજીતરફ બન્ને સંતાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન પુત્રનું મોત થયું હતું. આ બનાવ અંગે બાપુનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પિતા માનસિક પીડીત હતો અને અગાઉ પણ પોતે બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો.