Get The App

ગુજરાતમાં HMPVનો બીજો કેસ, હિંમતનગરમાં આઠ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
ગુજરાતમાં HMPVનો બીજો કેસ, હિંમતનગરમાં આઠ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ 1 - image


HMPV Virus In Gujarat : દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઇરસની મહામારી બાદ હવે હ્યુમન મેટાન્યૂમો વાઇરસે (HMPV) ચીન બાદ ભારતમાં એન્ટ્રી કરી છે. આ વાઇરસના અમુક કેસો ભારતમાં નોંધાયાના અહેવાલ છે. જેમાં અમદાવાદ શહેરમાં HMPVનો શંકાસ્પદ કેસ નોંધાતા રાજ્ય સરકારે વાઇરસને લઈને એડવાઇઝરી જાહેર કરી હતી. ત્યારે ગુજરાતમાં અમદાવાદ બાદ હિંમતનગરના પ્રાંતિજમાં HMPVનો બીજો કેસ સામે આવ્યો છે. જેના કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

હિંમતનગરમાં આઠ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

મળતી માહિતી મુજબ, રાજ્યમાં અમદાવાદ બાદ હિંમતનગરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને હાલ ICUમાં રાખવામાં આવ્યો છે. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે. જ્યારે જિલ્લામાં HMPVનો કેસ સામે આવતાની સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. 

આ પણ વાંચો: ચીનના HMPV વાઇરસનો પહેલો કેસ, માહિતી છુપાવનારી અમદાવાદની હૉસ્પિટલને નોટિસ

અમદાવાદમાં નોંધાયો HMPVનો પ્રથમ કેસ

ચીનના ખતરનાક વાઇરસ HMVPનો ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદમાં ખાનગી હૉસ્પિટલમાં નોંધાયો હતો. જેમાં શંકાસ્પદ જણાતાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ જણાયો હતો. અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હૉસ્પિટલમાં બાળકને 24 ડિસેમ્બર 2024ના દાખલ કરાયા બાદ 26 ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો હતો. પરંતુ આ મામલે હૉસ્પિટલે તંત્રને અવગત ન કરતાં AMC આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી હૉસ્પિટલ સત્તાધીશો પાસેથી સમગ્ર મામલે ખુલાસો માંગ્યો હતો.

આ પણ વાંચો: HMPV એલર્ટ : અમદાવાદની સ્કૂલોમાં માસ્ક ફરજિયાત, સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ આઈસોલેશન વોર્ડ

HMPVને લઈને રાજ્ય સરકારની એડવાઇઝરી

ગુજરાત સરકારે જાહેર કરેલી એડવાઇઝરી અનુસાર, હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV) શ્વસન વાઇરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે. તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતાં ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું આ અંગેના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિદેશથી આવનાર માટે HMPVની એડવાઇઝરી જાહેર કરાશે. આ ઉપરાત હવે RTPCR ટેસ્ટ ફરજિયાત કરાશે.


Google NewsGoogle News