Get The App

ગુજરાત સરકારને શાળા સંચાલક મંડળની ચેતવણી, પ્રિ સ્કૂલના નિયમોમાં છૂટછાટની માગ

Updated: Feb 3rd, 2025


Google NewsGoogle News
ગુજરાત સરકારને શાળા સંચાલક મંડળની ચેતવણી, પ્રિ સ્કૂલના નિયમોમાં છૂટછાટની માગ 1 - image


Pre-school Rules: રાજ્યભરની પ્રી-સ્કૂલના સંચાલકોએ હડતાળ પાડી હતી અને વિરોધ નોંધાવ્યો હતો. કારણ કે, રાજ્ય સરકાર દ્વારા નવી શિક્ષણનીતિનો સ્વીકાર કરાયા બાદ રાજ્યમાં ચાલતી પ્રી-સ્કૂલોની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. પરંતુ તેમાં કેટલીક શરતોને લઈ પ્રી-સ્કૂલના સંચાલકોમાં ભારે નારાજગી છે. 

જાણો શું છે મામલો

રાજ્યમાં પ્રી-સ્કૂલની નોધણી ફરજિયાત કરવામાં આવી છે અને પ્રી-સ્કૂલની નોંધણી માટેના નિયમો પણ બનાવ્યા છે. જે નિયમોમાં છૂટછાટ માટેની અનેક વખત માગ કરાઈ છે. પરંતુ રાજ્ય સરકારને સંચાલક મંડળે શિક્ષણમંત્રીને મળીને રજૂઆત કરી હતી અને નિયમોમાં ફેરફાર કરવાની બાંયધરી આપી હતી. જો કે, હજુ સુધી નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં કરાયો નથી.  જેને લઇને પ્રી-સ્કૂલ સંચાલકોએ ચીમકી ઉચ્ચારી છે કે, 16મી ફેબ્રુઆરી સુધી ફેરફાર કરવામાં નહીં આવે તો નોંધણી વિના પ્રી-સ્કૂલ ચલાવવામાં આવશે. નોંધનીય છે કે, અત્યાર સુધી 10% જેટલી પ્રી-સ્કૂલોએ પણ નોંધણી કરાવી નથી.

આ પણ વાંચો: રાજકારણમાં પણ દલાલો, ભાજપનો નેતા છું કહી ઓળખાણ વધારે છે : નીતિન પટેલના નિવેદનથી ખળભળાટ

'અમે નોંધણી વિના જ પ્રી-સ્કૂલ ચલાવીશું'

શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલના જણાવ્યાનુસાર, પ્રી-સ્કૂલ માટે 15 વર્ષ ભાડા કરારને કારણે 6 ટકાને બદલે 12 ટકા સ્ટેમ્પ ભરવો પડે છે. પ્રી-સ્કૂલ રજિસ્ટ્રેશન માટે વર્ગ દીઠ રજિસ્ટ્રેશન ફીનો નિયમ ખોટો છે. આગામી દિવસોમાં પ્રી-સ્કૂલ માટે કોઈ નિર્ણય નહીં આવે તો અમે નોંધણી વિના જ પ્રી-સ્કૂલ ચલાવીશું.'

ગુજરાત સરકારને શાળા સંચાલક મંડળની ચેતવણી, પ્રિ સ્કૂલના નિયમોમાં છૂટછાટની માગ 2 - image


Google NewsGoogle News