બિલ્ડર સૌરિન પચાલે મહિલા પાસે એક કરોડ મેળવીને ફ્લેટ અન્યને વેચી દીધો
માથાભારે બિલ્ડર વિરૂદ્ધ વધુ એક ગુનો નોંધાયો
નહેરૂનગરમાં એપાર્ટમેન્ટની સ્કીમમાં મહિલાએ ફ્લેટ બુક કરાવ્યો હતોઃ અનેક લોકો કરોડો રૂપિયા ગુમાવી ચુક્યા છે
અમદાવાદ,રવિવાર
શહેર લૉ ગાર્ડન , આંબાવાડી અને નહેરૂનગર વિસ્તારમાં એપાર્ટમેન્ટની અલગ અલગ સ્કીમ લોન્ચ કરીને એક ફ્લેટ એક થી વધુ વ્યક્તિને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર કુખ્યાત બિલ્ડર સૌરિન પંચાલ વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં તેણે નહેરૂનગરમાં એક ફ્લેટ મહિલાને વેચાણે આપવાનું કહીને એક કરોડ રૂપિયા લઇ લીધા બાદ તે ફ્લેટ અન્ય વેચી દીધો હતો. આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મોટેરા નિર્મિત બંગ્લોઝમાં રહેતા ઉષાબેન જ્યસ્વાલે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના પતિ સુરેશભાઇ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા હોવાથી તે બિલ્ડર સૌરિન પંચાલ (રહે. સોપાન રેસીડેન્સી,નવરંગપુરા)ને નિયમિત રીતે મળતા હતા. તેણે સુરેશભાઇને કહ્યું હતું કે નહેરૂનગરમાં તેણે એપાર્ટમેન્ટની સ્કીમ શરૂ કરી ેછે. જેના ફ્લેટ વેચાણે આપવાના છે.
જેથી પ્લાન પસંદ આવતા સુરેશભાઇએ પાંચમાં માળે એક ફ્લેટ બુક કરાવ્યો હતો અન એક કરોડ રૂપિયા કિંમત નક્કી કરવામાં આવી હતી. આ માટે તેણે બાનાખાત કરવાની ના કહીને પુરી રકમ મળતા તે દસ્તાવેજ કરી આપવાની ખાતરી આપી હતી. જેથી સુરેશભાઇએ વિશ્વાસ કરીને એક કરોડ રૂપિયા ચુકવી આપેલા હતા. પરંતુ, સ્કીમ હાલ ચાલુ હોવાથી બાનાખત કહેતા સૌરીન અલગ અલગ કારણ આપીન ટાળતો હતો. છેવટે દબાણ વધતા તેણે બાનાખત કરી આપ્યો હતો. આ દરમિયાન સુરેશભાઇને સિવિલ કોર્ટમાંથી નોટીસ આવતા તે ચોંકી ઉઠયા હતા કારણ કે તેમણે જે ફ્લેટ બુક કરાવ્યો હતો તે ફ્લેટના બીજા બાનાખત પ્રભાકર પટેલ અને ભારતી પટેલને સૌરિન પંચાલે કરી આપ્યા હતા. આમ, તેણે એક જ ફ્લેટ અલગ અલગ લોકોેને વેચાણે આપીને છેતરપિંડી આચરી હતી. અગાઉ સૌૈરિન પંચાલ વિરૂદ્ધ ક્રાઇમબ્રાંચ , એલિસબ્રીજ, નવરંગપુરામાં અનેક ગુના નોંધાઇ ચુક્યા છે. જેમાં તેણે ૨૫ કરોડથી વધારેની રકમની છેતરપિંડી આચરી હતી. આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.