Get The App

વેકેશનમાં સેંકડો મુસાફરોની અવર-જવર વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર 45 મિનિટ વીજળી ગૂલ

Updated: May 4th, 2024


Google NewsGoogle News
વેકેશનમાં સેંકડો મુસાફરોની અવર-જવર વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર 45 મિનિટ વીજળી ગૂલ 1 - image


Ahmedabad Airport News : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ગઈકાલે વહેલી સવારે 45 મિનિટ સુધી વીજ પૂરવઠો ખોરવાતાં મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ ઉનાળાના વેકેશનને પગલે અમદાવાદ એરપોર્ટમાં ગઈકાલે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મુસાફરો ઉમટવાનું શરૂ થઇ ગયું હતું. સવારે પાંચ વાગે ડોમેસ્ટિક ટર્મિનલમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી. જેના પગલે એક્સ રે મશીન સહિતના સાધનો બંધ થતાં મુસાફરોનો જમાવડો થઈ ગયો હતો. લાઇનમાં સતત વધારો થઈ રહ્યો હતો અને ફ્લાઇટનો સમય નજીક આવી રહ્યો હતો. જેના કારણે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. મુસાફરોના હોબાળા બાદ આખરે સીઆઈએસએફનો વધારે સ્ટાફ મૂકીને મેન્યુઅલી કામગીરી કરવામાં આવી હતી.

અમદાવાદ એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટેક્નિકલ ખામીને પગલે વીજળી ગૂલ થઈ હતી. આમે છતાં મુસાફરોને કોઈ પરેશાનીનો સામનો કરવો પડે નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.


Google NewsGoogle News