સારંગપુર બ્રિજ નવો બનાવવાનો હોવાથી દોઢ વર્ષ સુધી બંધ રહેશે
કાલુપુર રેલવે સ્ટેશન રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટના પગલે
કાલુપુર, અનુપમ સિનેમા ખોખરા બ્રિજ ઉપર ટ્રાફિક વધશે
અમદાવાદ,સોમવાર
કાલુપુર રેલવે સ્ટેશન રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સારંગપુર બ્રિજને તોડીને નવો બનાવવાનો હોવાથી બ્રિજ દોઢ વર્ષ સુધી બંધ રહેશે. જેથી તા. ૨ જાન્યુઆરી ૨૦૨૫થી તા.૩૦ જુન ૨૦૨૬ સુધીમાં આ કામગીરી પૂર્ણ થશે.જો કે આ સમયગાળા દરમિયાન વાહનોની અવર જવર માટે વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. જો કે પૂર્વ વિસ્તારમાં જવા માટે કાલુપુર, અનુપમ ખોખરા બ્રિજ ઉપર ટ્રાફિક વધશે.
પૂર્વ વિસ્તારમાં જવા આવવા માટે કાલુપુર, અનુપમ સિનેમા ખોખરા બ્રિજ ઉપર ટ્રાફિક વધશે
સારંગપુર બ્રિજ નવો બનવાના કારણે વાહન ચાલકોને પૂર્વ જવા આવવા માટે ગીતા મંદીર, ગાંધી રોડ, ખાડીયા તરફથી આવતા વાહનો અંબિકા બ્રિજ, એપરલ પાર્ક થઇને અનુપમ સિનેમા વાળા રસ્તાનો ઉપોયગ કરી શકશે તેમજ ગીતા મંદીરથી કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઈ રેલ્વે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગનો માર્ગ ચાલું છે તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઈ કાલુપુર સર્કલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઈ શકાશે.
ઉપરાંત રખિયાલ,ઓઢવ તરફથી સારંગપુર બ્રિજ તરફ આવતા વાહનોએ રખિયાલ ચાર રસ્તાથી ન્યુકોટન ચાર રસ્તાથી અનુપમ સિનેમા, કાંકરીયાથી ગીતા મંદિર થઇ અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકાશે અને રખિયાલ ઓઢવ તરફથી કાલુપુર સર્કલ કે કાલુપુર બ્રિજ તરફ જવા માટે કામદાર મેદાન ચાર રસ્તા થઇ ચારતોડા કબ્રસ્તાનથી સરસપુર ગુરુદ્વારા થઈ કાલુપુર બ્રિજ તરફ થઇ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકાશે.