Get The App

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાત પ્લોટ પૈકી એક જ પ્લોટ ડેવલપમેન્ટ રાઈટથી આપી શકાયો

રિવરફ્રન્ટ ખાતે ડેવલપમેન્ટ રાઈટ સાથે પ્લોટ આપવાની યોજના નિષ્ફળ હોવાનો આક્ષેપ

Updated: Mar 13th, 2025


Google News
Google News

        

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાત પ્લોટ પૈકી એક જ પ્લોટ ડેવલપમેન્ટ રાઈટથી આપી શકાયો 1 - image
અમદાવાદ,બુધવાર,12 માર્ચ,2025

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાત અલગ અલગ પ્લોટ ડેવલપમેન્ટ રાઈટ સાથે આપવાની જાહેરાત કરાઈ હતી.આ પૈકી વલ્લભસદન પાસેનો ચાર હજાર ચોરસમીટરનો પ્લોટ ડેવલપમેન્ટ રાઈટ સાથે આપી શકાયો છે. રિવરફ્રન્ટ ખાતે ડેવલપમેન્ટ રાઈટ સાથે પ્લોટ આપવાની યોજના નિષ્ફળ રહી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ પાછળ અત્યારસુધીમાં રુપિયા ૨૫૪૨ કરોડથી પણ વધુની રકમની લોન આપવામા આવી છે.રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા જમીનોનુ વેલ્યુએશન કરાવી સાત અલગ અલગ પ્લોટ ૯૯ વર્ષના ડેવલપમેન્ટ રાઈટ સાથે આપવા જાહેરાત કરાઈ હતી.વિપક્ષનેતાએ આક્ષેપ કરતા કહયુ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી સાત પ્લોટને ડેવલપમેન્ટ રાઈટ સાથે આપવા જાહેરાત કરાયા પછી કોઈ સકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી.વલ્લભસદન નજીક ૨૭,૯૪૩ ચોરસ મીટર જમીન પૈકી માત્ર ચાર હજાર ચોરસમીટરનો પ્લોટ જ ડેવલપમેન્ટ રાઈટ સાથે આપી શકાયો છે.જે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને સત્તાધીશોની અણઘડતા બતાવે છે.

Tags :
AMCworkpolicy

Google News
Google News