Get The App

RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલની ધરપકડ, ઘરમાંથી એક કરોડ રોકડા અને 400 ફાઈલો પણ જપ્ત

મહેન્દ્ર પટેલે 18 કરતા વધુ શાળાની મંજૂરી વિશે આરટીઆઈ કરી પૈસા પડાવ્યા હતા

શિક્ષણ માફિયાની ધરપકડ થતાં જ તોડબાજી કરતાં ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલની ધરપકડ, ઘરમાંથી એક કરોડ રોકડા અને 400 ફાઈલો પણ જપ્ત 1 - image


Mahendra patel arrested : રાજ્યમાં શાળા સંચાલકો પાસેથી તોડપાણી કરનાર અને કહેવાતા આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ નામના શખસની પોલીસે ધરપકડ કરી છે. મહેન્દ્ર પટેલે 18 કરતા વધુ શાળાઓનો તોડ કર્યો છે. સુરત શાળા સંચાલક પાસેથી 66 લાખ રૂપિયા પડાવી લીધા હતા. મહેન્દ્ર પટેલ શાળાની મંજૂરી વિશે આરટીઆઈ કરી માહિતી માંગ્યા પછી તોડપાણી કરતો હતો. આ ઉપરાંત શાળમાં થતાં નિયમોના ઉલ્લંઘન બદલ મંજૂરી રદ કરાવવાની ધમકી આપીને પૈસા પડાવતો હતો.

શાળાના સંચાલકે CID ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરી હતી

સુરતની શાળાના સંચાલકે CID ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરી હતી, જેના આધારે તોડકેસમાં મહેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી. CID ક્રાઈમની પૂછપરછમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતાઓ પણ છે. રાજ્યમાં શિક્ષણ માફિયાની ધરપકડ થતાં જ તોડબાજી કરતાં ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ મુજબ તોડબાજ મહેન્દ્ર પટેલ સાથે કેટલાક પૂર્વ અધિકારીઓની પણ સંડોવણી છે જેની કરોડોની બેનામી સંપત્તિનો પણ પર્દાફાશ થયો છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગના અનેક લોકોની પણ સંડોવણી હોવાનું કહેવાય રહ્યું છે. મહેન્દ્ર પટેલ બાળ ફિલ્મ બતાવવાના બહાને શાળામાં ઘૂસતો હતો.

આરોપી પાસેથી 400થી ફાઈલો તેમજ રોકડ રકમ મળી

CID ક્રાઈમને મહેન્દ્ર પટેલ પાસેથી 400થી વધુ ફાઈલો ઉપરાંત 1 કરોડથી વધુની રોકડ રકમ મળી આવી છે. આ સિવાય સોનાના દાગીના પણ મળી આવ્યા છે. જેને પણ શાળાની મંજૂરી માંગી હોય તેમની સાથે સેટિંગ કરતો હતો. ઉલ્લેખનીય છે કે 18 કરતા પણ વધુ શાળાઓનો તોડ કર્યો હતો જેમાં દક્ષિણ ગુજરાતની 12 કરતા પણ વધારે શાળાઓને તોડ કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ તોડબાજ મહેન્દ્ર પટેલ ગાંધીનગર સેક્ટર સાતમાં રહે છે.

આટલી શાળાઓમાં કર્યો તોડ

RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલની ધરપકડ, ઘરમાંથી એક કરોડ રોકડા અને 400 ફાઈલો પણ જપ્ત 2 - image

RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલની ધરપકડ, ઘરમાંથી એક કરોડ રોકડા અને 400 ફાઈલો પણ જપ્ત 3 - image


Google NewsGoogle News