Get The App

રૃા. ૧.૭૩ લાખના ૧૭ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયો

તપોવન સર્કલ પાસે ઘરની તલાસી લઇ કાર સહિત રૃ. ૧૨.૨૮ લાખનો મુદ્દામાલ કબ્જે

અમદાવાદમાં વિવિધ સ્થળે વેચતો હતો

Updated: Jan 31st, 2025


Google News
Google News
રૃા. ૧.૭૩ લાખના ૧૭ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયો 1 - image

અમદાવાદ,શુક્રવાર

ઓઢવ ચાર રસ્તા પાસેથી મૂળ શાહીબાગ તથા ચાંદખેડામાં ભાડે રહેતા શખ્સની કારમાંથી રૃા. ૧.૭૩ લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપોવન સર્કલ પાસે ઘરની પણ તલાસી લીધી હતી  પોલીસ તપાસમાં આરોપી દિલ્હીના શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવીને અમદાવાદના વિવિધ સ્થળે પડીકીઓ બનાવીને છૂટક વેચાણ કરતો હતો. એસ.ઓ.જી.ક્રાઇમ બ્રાંચ પોલીસે આરોપીની ધરપકડ કરીને ડ્રગ્સ અને કાર સાથે કુલ રૃા. ૧૨.૨૮ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઓઢવ ચાર રસ્તા પાસેથી શાહીબાગનો યુવક દિલ્હીના શખ્સ પાસેથી ઓનલાઇન રૃપિયા આપીને ડ્રગ્સ મંગાવીને અમદાવાદમાં વિવિધ સ્થળે વેચતો હતો

એસ.ઓ.જી.ક્રાઇમ બ્રાંચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ પોતાની કારમાં સિંગરવા ચાર રસ્તા પાસેથી ઓઢવ ચાર રસ્તા ડ્રગ્સ લઇને જવાનો છે. જેને લઇને એક હેરિયર કાર ચાલક આવતા શખ્સને રોક્યો હતો અને પૂછપરછ કરતાં ચાંદખેડામાં તપાવન સર્કલ પાસે  ભાડેથી રહેતા અને શાહીબાગના યુવકની ધરપકડ કરી હતી. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી રૃા. ૧.૭૩ લાખનો ૧૭.૩૬૦ મીલી ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઇને પોલીસે કાર સહિત કુલ રૃા. ૧૨.૨૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

આરોપીની પૂછપરછ કરતા બેકાર હતો અને દિલ્હીના નિરજ નામના શખ્સ પાસેથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં વિવિધ સ્થળે છૂટક વેચાણ કરતો હતો નિરજ સાથે તે એક વર્ષથી પરિચયમાં આવ્યો હતો. જેમાં પકડાયેલો આરોપી ઓનલાઇન પેમેન્ટ દિલ્હીના શખ્સને કરતો હતો જેથી તે તેના માણસ મારફતે ડ્રગ્સનો જથ્થો આરોપીના ઘર પાસે આવીને આપતો હતો. તાજેતરમાં ત્રણ દિવસ પહેલા જ ડ્રગ્સ મોકલ્યું હતું. આ અંગે પોલીસે બન્ને સામે ગુનો નોધીને તેની દિલ્હીના શખ્સની શોધખોળ હાથ ધરી છે.


Tags :
Ahmedabadcrime

Google News
Google News