Get The App

અમદાવાદમાં 30 રૂપિયાના ભાડાના વિવાદમાં મુસાફરની હત્યા, રિક્ષા ચાલકની ધરપકડ

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં 30 રૂપિયાના ભાડાના વિવાદમાં મુસાફરની હત્યા, રિક્ષા ચાલકની ધરપકડ 1 - image


Ahmedabad News : ગુજરાતમાં મારામારી, હત્યા, આપઘાત, અક્સમાત સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના નવરંગપુરામાં જૈન દેરાસરની સામે આવેલા કળશ રેસિડેન્સી નજીક ગત રવિવારે મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ આદરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, માત્ર 30 રૂપિયાના ભાડાના સામાન્ય વિવાદને કારણે આરોપીએ પેસેન્જર પર ઇરાદાપૂર્વક બે વખત રિક્ષા ચડાવી દીધી હતી. આ ઘટનામાં પેસેન્જરને ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજ્યું હતું. પોલીસે મૂળ રાજસ્થાનના અને અમદાવાદમાં રિક્ષા ચલાવતા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સામાન્ય ભાડાની તકરારમાં પેસેન્જરનું મોત 

મળતી માહિતી મુજબ, અમદાવાદના નવરંગપુરામાં ગત 20 એપ્રિલની સાંજે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને નવરંગપુરા પોલીસે અનેક તપાસ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે 300 થી વધુ સીસીટીવી ચકાસ્યા હતા.  જેમાં વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં મૃતક રસ્તા પર ચાલી રહ્યો હતો, તે દરમિયાન એક રિક્ષાએ તેને પાછળથી ટક્કર મારી હોવાનું જોવા મળ્યું હતું. રિક્ષાની ટક્કર વાગતા પીડિત વ્યક્તિ ઘટનાસ્થળે જ પડી ગયો હતો. તેવામાં રિક્ષા ચાલકે યુ-ટર્ન લીધો અને બીજી વાર પીડિત પર કાર ચલાવીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનામાં વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 

સમગ્ર મામલે પોલીસે 22 વર્ષીય સમીર કનુભાઈ રઘુનાથ નટ તરીકે ઓળખાતા શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. જેમાં સમીરે જણાવ્યું હતું કે, 19 એપ્રિલના રોજ તેણે વાડજ બસ સ્ટેશનથી બે પેસેન્જરોને લીધા હતા. તેમાંથી એકને લખુડી તલાવડીમાં ઉતર્યો હતો, જ્યારે બીજા પેસેન્જરને કાલુપુર જવાનો ઇરાદો હોવાથી આરોપીએ આટલા દૂર જવાનો ઇનકાર કર્યો હતો અને મૃતકને નવરંગપુરા ચાર રસ્તા પાસે છોડી દીધો હતો. 

આ પણ વાંચો: અમદાવાદના ચાંગોદરમાં બે વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ

જ્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતકે રિક્ષા ડ્રાઈવરને કલાશ હોટલ પાસે આરામ કરવા માટે રોકવા કહ્યું હતું. જેમાં બંને જણા નીચે ઉતર્યા હતા. આ દરમિયાન પીડિત ભાડું ચૂકવ્યા વિના જૈન દેરાસર તરફ ચાલ્યો ગયો હતો. ત્યારે ગુસ્સે ભરાયેલા રિક્ષાચાલકે કથિત રીતે તેને કચડી નાખીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં મૃતકને ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું. ઘટના મામલે પોલીસે મૂળ રાજસ્થાનના અજમેર જિલ્લાનો રહેવાસી આરોપીની ધરપકડ કરી છે. 

Tags :