Get The App

તમામ ટેકસની રુપિયા ૨૨૫૬.૩૧ કરોડ આવક , એક દિવસમાં પ્રોપર્ટી ટેકસની રુપિયા ૨૬ કરોડથી વધુ આવક

વ્યાજમાફી સ્કીમનો ૧૦૮૭૪૯ કરદાતાએ લાભ લીધો, ૫૪ કરોડનું વ્યાજ માફ કરાયું

Updated: Apr 1st, 2025


Google News
Google News

  તમામ ટેકસની રુપિયા ૨૨૫૬.૩૧ કરોડ આવક , એક દિવસમાં પ્રોપર્ટી ટેકસની રુપિયા ૨૬ કરોડથી  વધુ આવક 1 - image   

  અમદાવાદ,સોમવાર,31 માર્ચ,2025

૩૧ માર્ચ-૨૫ની સાંજ સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રોપર્ટી ટેકસ ઉપરાંત પ્રોફેશન અને વ્હીકલ ટેકસ એમ તમામ ટેકસની રુપિયા ૨૨૫૬.૩૧ કરોડ આવક થઈ હતી. વ્યાજમાફી સ્કીમનો કુલ ૧૦૮૭૪૯ કરદાતાઓએ લાભ લેતા આ કરદાતાઓને રુપિયા ૫૪.૫૫ કરોડનું વ્યાજ માફ અપાયુ હતુ.એક દિવસમાં મ્યુનિ.તંત્રને પ્રોપર્ટી ટેકસ પેટે રુપિયા ૨૬ કરોડથી વધુ આવક થઈ હતી.રાત્રિના બાર કલાક સુધીમાં પ્રોપર્ટી ટેકસમાં અંદાજે ત્રણથી ચાર કરોડનો વધારો થવાની તંત્રે સંભાવના વ્યકત કરી છે.ગત વર્ષ કરતા ૧૦૩.૫૬ કરોડ આવક વધુ થઈ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૪ થી ૩૧ માર્ચ સુધી વર્ષ-૨૦૨૪ પહેલાનો બાકી પ્રોપર્ટી ટેકસ ભરનારા કરદાતાઓ માટે  રહેણાંક મિલકત માટે વ્યાજમાં ૧૦૦ તથા કોમર્શિયલ મિલકત માટે વ્યાજમાં ૭૫ ટકા વ્યાજ માફી સ્કીમ જાહેર કરાઈ હતી.આ સ્કીમ દરમિયાન તંત્રને રુપિયા  ૧૭૪.૯૨ કરોડની આવક ૩૧ માર્ચ-૨૫ની સાંજ સુધીમાં થઈ હતી.આ વર્ષમાં બાકી પ્રોપર્ટી ટેકસની વસૂલાત માટે ૩૦૯૩૦૭ મિલકત સીલ કરાઈ હતી.૬૨૮ મિલકત  માટે  રેવન્યુ રેકર્ડ ઉપર બોજો નોંધાવવામાં આવ્યો હતો.ચાલુ વર્ષમાં રુપિયા ૧૭૩૦.૩૧ કરોડની ડિમાન્ડ સામે રુપિયા ૧૩૯૦.૪૯ કરોડ જેટલી રકમનો ટેકસ ભરાતા કરન્ટ ડિમાન્ડના ૮૦.૩૬ ટકા જેટલી આવક થવા પામી હતી.પ્રોફેશન ટેકસની આવકમાં ગત વર્ષ કરતાં રુપિયા ૩૨.૫૦ કરોડનો વધારો થયો છે. વ્હીકલ ટેકસની આવકમાં ગત વર્ષ કરતા રુપિયા ૮ કરોડનો વધારો થયો છે.ગત વર્ષે મ્યુનિ.તંત્રને તમામ ટેકસની રુપિયા ૨૧૫૨.૮૨ કરોડ આવક થઈ હતી.

મ્યુનિ.તંત્રને કયા ટેકસની કેટલી આવક

પ્રકાર   આવક(કરોડમાં)

પ્રોપર્ટી  ૧૭૩૯.૯૦

પ્રોફેશન ૨૭૦.૦૬

વ્હીકલ ૨૨૪.૪૨

ઝોન મુજબ પ્રોપર્ટી ટેકસની કેટલી આવક

ઝોન    આવક(કરોડમાં)

મધ્ય   ૨૪૪.૦૨

ઉત્તર   ૧૪૭.૨૬

દક્ષિણ  ૧૬૭.૧૧

પૂર્વ    ૧૯૩.૦૯

પશ્ચિમ  ૩૭૮.૮૪

ઉ.પ.   ૩૬૧.૮૮

દ.પ.   ૨૪૭.૭૦

કુલ     ૧૭૩૯.૯૦

ઝોન મુજબ કેટલી મિલકત સીલ કરાઈ

ઝોન    મિલકત સીલ

મધ્ય   ૨૬૨૭૯

ઉત્તર   ૪૨૧૯૪

દક્ષિણ  ૩૬૯૭૯

પૂર્વ    ૭૮૧૧૪

પશ્ચિમ  ૭૮૯૬૨

ઉ.પ.   ૨૩૯૩૦

દ.પ.   ૨૨૮૪૯

કુલ     ૩૦૯૩૦૭


Tags :