વસ્ત્રાલમાંથી વિદેશી દારૃનો વેપલો કરતો નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો
આર્મી જવાને રૃપિયા કમાવવા દારૃની ખેપ મારવાની શરુ કરી
પોલીસે ૭૩ હજારના દારુના જથ્થા સાથે બેની ધરપકડ કરી
અમદાવાદ,બુધવાર
થર્ટી ફર્સ્ટ નજીક આવતા બુટલેગરો દારૃની રેલછેલ કરવા અવનવા કમીયા અજમાવી રહ્યા છે. ત્યારે વસ્ત્રાલમાંથી પોલીસે દારૃના જથ્થા સાથે નિવૃત્ત આર્મી જવાન સહિત બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી દારૃની બોટલ, ફોન, વાહન સહિત ૬.૫૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે આર્મી જવાન નિવૃત થયા બાદ વધુ રૃપિયા કમાવવા દારૃની ખેપ મારવાનું શરૃ કર્યુ હતું તેમજ આર્મીમેન કોટામાંથી બોટલ રૃા. ૯૦૦માં લાવીને રૃપિયા ચારથી પાંચ હજારમાં વેચતો હતો. આ બનાવ અંગે પોલીસે બે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આર્મી કોટામાં દારૃની બોટલ રૃ. ૯૦૦માં મેળવી ચારથી પાંચ હજારમાં વેચતો હતો ઃ પોલીસે ૭૩ હજારના દારુના જથ્થા સાથે બેની ધરપકડ કરી
વસ્ત્રાલ વિસ્તારમાં પુષ્પ રેસિડેન્સી વિભાગ- ૧ના પાકગમાં કેટલાક લોકો ભેગા થઈને દારૃનું કટિંગ કરી રહ્યા છે. આ બાતમીના આધારે ઝોન-૫ ડીસીપીની ટીમે ત્યાં રેડ કરી હતી. ત્યારે કારની અંદર દારૃનો જથ્થો હતો અને બીજી કારમાં દારૃ લઈ જવાની તૈયારીઓ થઇ રહી હતી. ત્યારે પોલીસે દારૃના કટિંગના સ્થળેથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આ વ્યક્તિઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે મૂળ જયપુર રાજસ્થાનનો રહેવાસી નિવૃત્ત આર્મી જવાન સાથે બીજો વ્યક્તિ કે જે અમદાવાદમાં દારૃની ડિલિવરી લેવા માટે આવ્યો હતો જેનું નામ ભુવનેશ્વર ઉર્ફે બુલ્લુર તેજબહાદુર ઠાકુર (ઉ.વ.૫૧) હતો બંને શખ્સો ઘણા સમયથી દારૃની ખેપ કરતા હતા.
પોલીસ તપાસમાં આરોપીએ આર્મીમાં થોડો સમય નોકરી બાદ નિવૃત્તિ લીધી હતી. રૃપિયયા ૯૦૦માં મળતી સ્કોચની બોટલના રૃપિયા ચારથી પાંચ હજારમાં વેચતો હતો પોલીસ દ્વારા આરોપીઓના બીજા કનેક્શન શોધવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.