Get The App

રિસોર્ટમાં રસોઇનું કામ અપાવવાનું કહીને યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યુૅ

ગાંધીનગરના અમિયાપુરની ઘટના

યુવતીએ પોલીસને જાણ કરવાનું કહેતા તેને જાનથી મારી નાખવાની ધમકી અપાઇઃ અડાલજ પોલીસે ગુનો નોંધ્યો

Updated: Mar 6th, 2025


Google News
Google News
રિસોર્ટમાં રસોઇનું કામ અપાવવાનું કહીને યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યુૅ 1 - image

અમદાવાદ,બુધવાર

શહેરના ચાંદખેડામાં રહેતી યુવતીને ગાંધીનગર જિલ્લાના અમિયાપુર નજીકના રિસોર્ટમાં ફિલ્મના શુટીંગ દરમિયાન રસોઇ બનાવવાની નોકરી આપવાનું કહીને અમિયાપુરમાં રહેતા એક વ્યક્તિએ યુવતી સાથે દુષ્કર્મ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે.જા અંગે અડાલજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. 


શહેરના ચાંદખેડા વિસ્તારમાં તેના પરિવાર સાથે એક ૨૩ વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  યુવતી નજીકના ઘરોમાં રસોઇ બનાવવાનું કામ કરે છે. ચાર મહિના પહેલા તેને ભરતસિગ રાજપુરોહિત ( સોમેશ્વર પાર્ક, અમિયાપુર, ગાંધીનગર) નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે યુવતીને કહ્યું હતું તેનો પોતાનો રિસોર્ટ છે.જ્યાં નિયમિત રીતે ફિલ્મોનું શુટીંગ થાય છે.જેથી રસોઇ બનાવવાની નોકરી છે. તેણે સારા પગારની ઓફર કરતા યુવતીએ હા કહી હતી. જેથી ભરતસિંગે તેને સાબરમતી મેટ્રો સ્ટેશન પર બોલાવીને નોકરી અંગે વાત કરી હતી. બાદમાં તેેને કહ્યું હતું કે શુટીંગ શરૂ થશે ત્યારે તમને કહીશ. આ દરમિયાન તે કોલ કરીને યુવતીના સંપર્કમાં રહેતો હતો.  ગત ૧૯મી ફેબુ્રઆરીના રોજ  ભરતસિંગે તેને કોલ કર્યો હતો કે તેમના રિસોર્ટ પર કામ છે અને ત્રણ દિવસ રસોઈ બનાવવાની છે. જેથી યુવતી લેવા માટે તે સાબરમતી મેટ્રો આવ્યો હતો. પરંતુ, તે રિસોર્ટ પર લઇ જવાના બદલે ઘરે લઇ ગયો હતો અને  ત્યાંથી થોડીવારમાં રિસોર્ટ પર જવાનું કહીને ઘરે લાવ્યો હતો. જ્યાં તેણે યુવતી સાથે બળજબરી કરી હતી અને તેની સાથે શારીરિક સંબધ બાંધીને ધમકી આપી હતી કે આ વાત કોઇને કહેશે તો તે બદનામ કરશે. બાદમાં સાંજના સમયે તેને ચાંદખેડા ઉતારીને જતો રહ્યો હતો.તેની સાથે બનેલી ઘટનાથી યુવતી ગભરાઇ ગઇ હતી અને તેણે તેના મંગેતરને સમગ્ર ઘટના અંગે વાત કરી હતી અને આ સમગ્ર મામલે અડાલજ પોલીસ મથકે ભરતસિંગ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Tags :
resort-owner-raped-on-girl-after-offering-job-in-kitchen

Google News
Google News