અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં મકાનના ભાવ વધ્યા, પણ અન્ય મેટ્રો શહેરોની તુલનાએ સસ્તા ઘર
Residential Property Market In Ahmedabad: તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ અને શાંતિમય જીવન પસાર કરવા માટે વખણાતા અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં મકાનના ભાવ 1 ટકા વધ્યા છે. દેશના ટોચના આઠ મેટ્રો શહેરની તુલનાએ અમદાવાદમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીના પ્રતિ ચોરસફૂટ ભાવમાં સૌથી ઓછો વધારો થયો છે.
અમદાવાદમાં ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ માસમાં ચોરસફૂટ દીઠ મકાનનો ભાવ 1 ટકા વધી 3035 નોંધાયો છે. છેલ્લા છ મહિનામાં મકાનના ભાવમાં કોઈ વધારો થયો નથી. એક વર્ષમાં ભાવમાં નજીવી વૃદ્ધિ થઈ હોવા છતાં દેશના ટોપ-7 મેટ્રો શહેરો કરતાં અમદાવાદમાં સૌથી સસ્તા ઘર મળી રહ્યા હોવાનો દાવો આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. અન્ય મેટ્રો શહેરો મુંબઈ, દિલ્હી, બેંગ્લુરૂ, હૈદરાબાદ, પુણે, ચેન્નઈ, કોલકાતામાં મકાનોના ભાવ ચોરસફૂટ દીઠ 4થી 9 ટકા વધ્યા છે. જેમાં બેંગ્લુરૂમાં સૌથી વધુ 9 ટકાનો વધારો નોંધાયો છે.
(સ્રોતઃ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા)
રેસિડેન્શિયલ પ્રોપર્ટીના વેચાણ 10 વર્ષની ટોચે
અમદાવાદમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીના વેચાણ વાર્ષિક ધોરણે 17 ટકા વધ્યા છે. ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ માસમાં 9377 યુનિટ ઘર વેચાયા હતા. જે છેલ્લા 10 વર્ષની ટોચે છે. જો કે, નવા ઘરના બાંધકામ 3 ટકા ઘટી 10238 યુનિટ થયા છે. અમદાવાદમાં રેસિડેન્શિયલ માર્કેટ કોવિડ મહામારી બાદથી સતત ટકાઉ ગ્રોથ સાથે આગળ વધી રહ્યું છે.
વિવિધ શહેરોમાં ઘરના ચોરસફૂટ દીઠ ભાવ
(સ્રોતઃ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા)
અમદાવાદમાં રેસિડેન્શિયલ માર્કેટમાં વૃદ્ધિ પાછળના કારણ
શહેરમાં રેસિડેન્શિયલ માર્કેટમાં પણ ઝડપી વધારો જોવા મળ્યો હતો જેમાં વેચાણ વાર્ષિક 17%ના દરે વધ્યા હતા. ડેવલપર્સે જીવનશૈલીની પસંદગીઓને અનુરૂપ નવી સુવિધાઓથી સજ્જ હાઉસિંગ ડેવલપ કર્યા છે, જેમાં ઉન્નત સુવિધાઓ અને મોટી સ્પેસ ઓફર કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક પગલાંનો હેતુ બજારમાં આકર્ષક માંગને મૂડી બનાવવાનો છે. અમદાવાદમાં ઘરની સરેરાશ કિંમત અન્ય શહેરોની તુલનાએ લગભગ અડધી છે.
અફોર્ડેબલ સ્કીમ બાદ આ કેટેગરીમાં પણ ખરીદી વધી
અમદાવાદમાં અફોર્ડેબલ સ્કીમ બાદ મીડ ટિકિટ સાઈઝ કેટેગરીમાં પણ ઘરની ખરીદી વધી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં કુલ વેચાયેલા મકાનોમાં અફોર્ડેબલ કેટેગરી (50 લાખથી ઓછી કિંમત)નો હિસ્સો 39 ટકા, જ્યારે મીડ સાઈઝ કેટેગરી (50 લાખથી 1 કરોડની કિંમત)નો હિસ્સો 41 ટકા રહ્યો છે. ઉલ્લેખનીય છે, 1 કરોડથી વધુ કિંમત ધરાવતા ઘરના વેચાણ હિસ્સો પણ 20 ટકા વધ્યો છે. જે ગતવર્ષે 11 ટકા હતા.
વિવિધ કેટેગરીમાં મકાનના વેચાણ