અમદાવાદના નરોડામાં લિફ્ટ ચોથા માળેથી પટકાઈ, સાત લોકોનું રેસ્ક્યૂ કરાયું
Ahmedabad News: અમદાવાદના નરોડા વિસ્તારમાં લિફ્ટ ચોથા માળેથી બેઝમેટમાં પડી હતી. લિફ્ટમાં સાત લોકો ફસાયા હોવાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને લિફ્ટમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. લિફ્ટમાં બાળકો અને મહિલા પણ હતા. જેમને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
સ્થાનિકોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું
મળતી માહિતી અનુસાર, નરોડામાં આવેલા દેવાશિષ ફ્લેટની લિફ્ટ ચોથા માળેથી બેઝમેન્ટમાં પડી હોવાની ઘટના સામે આવી છે. લિફ્ટમાં બે બાળકો અને ચાર મહિલા સહિત સાત જેટલા લોકો ફસાયા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. લિફ્ટનો દરવાજો થોડો ખુલ્લો હોવાથી સ્થાનિકોએ દરવાજો તોડ્યો હતો અને થોડીજ પળોમાં લિફ્ટમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.