11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ
Gyan Sahayak Recruitment 2024 : રાજ્યમાં જ્ઞાન સહાયકની ભરતીમાં TET-TAT પાસ ઉમેદવારોના વિરોધ સામે સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જ્ઞાન સહાયકની ભરતીના નોટિફિકેશનમાં ભરતી સંબંધિત પગારધોરણ, લાયકાત સહિતની જાણકારી આપવામાં આવી છે. કરાર આધારિત ભરતી માટે 27 જુલાઈથી 5 ઑગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે પગારધોરણ જોગવાઈ
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ હેઠળ માધ્યમિ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની અછત પૂરી કરવા માટે 11 મહિનાના કરાર આધારિત શિક્ષકને ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકને લઈને અલગ-અલગ પગારધોરણની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં જ્ઞાન સહાયક માધ્યમિક માટે મહિને 24000 રુપિયા અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે મહિને 26000 રુપિયાના પગારધોરણની જોગવાઈ છે. જ્ઞાન સહાયક ભરતીમાં ઉમેદવારી નોંધાવવા માટે માધ્યમિકમાં 40 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિકમાં 42 વર્ષ વય મર્યાદા રાખવામાં આવી છે.
27 જુલાઈથી 5 ઓગસ્ટથી ફોર્મ ભરી શકાશે
જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયામાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવા રહેશે.