Get The App

ટેકાના ભાવે જણશની ખરીદીની નોંધણી તારીખ લંબાવી, 21 નવેમ્બરથી ખેડૂતોનો પાક ખરીદાશે

રાજ્યમાં અત્યાર સુધીમાં મગફળી માટે ૩૫,૫૮૫ ખેડૂતો અને સોયાબીન માટે ૨૩,૩૧૬ ખેડૂતોએ નોંધણી કરાવી

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
ટેકાના ભાવે જણશની ખરીદીની નોંધણી તારીખ લંબાવી, 21 નવેમ્બરથી ખેડૂતોનો પાક ખરીદાશે 1 - image



અમદાવાદઃ (Ahmedabad )ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે (farmers Crop purchase)રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.(Gujarat Govt) જેના માટે ખેડૂતોને નોંધણી (Registration date extended)કરાવવા ઈ-સમૃધ્ધિ પોર્ટલ 25 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ખેડૂતોએ કરેલી રજૂઆતોને ધ્યાન લઇ ખેડૂતોના વ્યાપક હિતમાં નોંધણી પ્રક્રિયા આગામી 31 ઑક્ટોબર સુધી લંબાવવામાં આવી છે.

15 ઑક્ટોબર સુધી આટલા ખેડૂતોએ નોંધણી કરાવી

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, 15 ઑક્ટોબર સુધીની સ્થિતિએ રાજ્યમાં મગફળી માટે 35,585 ખેડૂતો, સોયાબીન માટે 23,316 ખેડૂતો, મગ પાક માટે 95 ખેડૂતો અને અડદ પાક માટે 62 ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી છે.રાજ્યના વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીમાં સહભાગી થઈ તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મેળવવા તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે 

રાજ્યમાં 21 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરાશે

ભારત સરકાર દ્વારા વર્ષ 2023-24 માટે મગફળીનો ટેકાનો ભાવ 6377 કિવ., મગનો ટેકાનો ભાવ 8558/- કિવ.અડદનો ટેકાનો ભાવ 6950 કિવ. અને સોયાબીનનો ટેકાનો ભાવ 4600 કિવ. જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી આગામી 21 નવેમ્બર શનિવારના રોજથી શરૂ કરવામાં આવશે. 

ટેકાના ભાવે જણશની ખરીદીની નોંધણી તારીખ લંબાવી, 21 નવેમ્બરથી ખેડૂતોનો પાક ખરીદાશે 2 - image



Google NewsGoogle News