બાકી મિલકતવેરાની વસૂલાત , અમદાવાદમાં ૨૧ હજારથી વધુ મિલકત સીલ,૧૩ કરોડથી વધુની વસૂલાત થઈ

પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૬૨૭૦ મિલકત સીલ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી ૩.૪૧ કરોડની આવક

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News

     બાકી મિલકતવેરાની વસૂલાત , અમદાવાદમાં ૨૧ હજારથી વધુ મિલકત સીલ,૧૩ કરોડથી વધુની વસૂલાત થઈ 1 - image

  અમદાવાદ, શુક્રવાર, 9 ફેબ્રુ,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકતવેરાની વસૂલાત માટે શુક્રવારે સાત ઝોનમાં બાકીદારોની કુલ ૨૧૮૩૩ મિલકત સીલ કરી રુપિયા ૧૩.૨૩ કરોડની વસૂલાત કરાઈ હતી.પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૬૨૭૦ મિલકત સીલ કરાઈ હતી.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ રુપિયા ૩.૪૧ કરોડની આવક થવા પામી હતી.

ટ્રીગર ઝૂંબેશ અંતર્ગત પૂર્વ ઝોનના વિવિધ વોર્ડમાં બાકી મિલકતવેરાની વસૂલાત કરવા માટે ૨૧ ટીમને ફરજ ઉપર મુકવામા આવી હતી.રખિયાલ,ઓઢવ ઉપરાંત અમરાઈવાડી વોર્ડમાં આવેલા જુદા જુદા એસ્ટેટમાં બાકીદારોની મિલકત સીલ કરવામા આવી હતી.બાકી વેરાની વસૂલાત માટે ઉત્તર ઝોનમાં આવેલા નવા નરોડા,ઈન્દિરા બાગ વોર્ડ ઉપરાંત હંસપુરા વોર્ડ સહિતના અન્ય વોર્ડ વિસ્તારમાં બાકીદારોની કુલ ૨૨૩૫ મિલકત સીલ કરી રુપિયા ૧.૨૮ કરોડની વસૂલાત કરાઈ હતી.મધ્ય ઝોનના વિવિધ વોર્ડમાં મિલકતવેરો નહીં ભરનારા કરદાતાઓની કુલ ૧૩૦૯ મિલકત સીલ કરી રુપિયા ૧.૪૫ કરોડની વસૂલાત કરાઈ હતી.દક્ષિણ ઝોનના વિવિધ વોર્ડમાં આવેલી બાકીદારોની કુલ ૧૮૮૭ મિલકત સીલ કરી રુપિયા ૧.૧૫ કરોડની વસૂલાત કરવામા આવી હતી.પશ્ચિમ ઝોનમાં ૪૭૩૫ મિલકત સીલ કરી રુપિયા ૧.૮૯ કરોડની વસૂલાત કરવામા આવી હતી.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૨૪૭ મિલકત સીલ કરી રુપિયા ૧.૨૩ કરોડની વસૂલાત કરાઈ હતી.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૪૧૫૦ મિલકત સીલ કરી રુપિયા ૩.૪૧ કરોડની વસૂલાત કરવામા આવી હતી.


Google NewsGoogle News