અમદાવાદ મ્યુનિ.ને મળેલા આઠ પ્લોટનું ઈ-ઓકશન કરી એક હજાર કરોડની આવક ઉભી કરાશે
જેટકો દ્વારા મળેલા ચાંદખેડા,ઝુંડાલના બે પ્લોટ વેચી ૨૦૦ કરોડ મેળવાશે,ભવિષ્યમાં નાના પ્લોટોનું હરાજીકરી વેચાણ કરવા નિર્ણય
અમદાવાદ,ગુરુવાર,30
નવેમ્બર,2023
અમદાવાદ મ્યુનિ.ને ટી.પી.સ્કીમની રુએ મળેલા આઠ પ્લોટનું
ઈ-ઓકશન કરી ૮૦૦ કરોડની આવક ઉભી કરવા સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત મંજુર કરી છે.આ આઠ
પ્લોટ ઉપરાંત જેટકો દ્વારા મળેલા ચાંદખેડા અને ઝુંડાલના બે પ્લોટ વેચી રુપિયા ૨૦૦
કરોડ એમ કુલ એક હજાર કરોડની આવક ઉભી કરવામાં આવશે.ભવિષ્યમાં શહેરમાં જે
ટી.પી.સ્કીમ ફાઈનલ થઈ ગઈ છે.આ ફાઈનલ થયેલી ટી.પી.સ્કીમના નાનાપ્લોટનુ હરાજી કરી
વેચાણ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ઔડા દ્વારા રચવામાં આવેલી લેન્ડ ડીસ્પોઝલ
એન્ડ પ્રાઈસ ફીકસીંગ કમિટિમાં મુલ્યાંકન ઠરાવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનને મળેલા બોડકદેવના
ત્રણ, સરખેજ,મકરબાના એક-એક તથા
થલતેજ,વટવા અને
સૈજપુરના એક-એક પ્લોટનું ઈ-ઓકશન કરી વેચાણ કરવા
મુકવામાં આવેલી દરખાસ્ત મંજુર કરાઈ હતી.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના કહેવા મુજબ,આ આઠ પ્લોટ ઉપરાંત
જેટકો દ્વારા મળેલા ચાંદખેડા અને ઝુંડાલના બે પ્લોટનો પણ ઈ-ઓકશનમાં સમાવેશ કરવામાં
આવ્યો છે.ઈ-ઓકશન દરમિયાન ઉંચી બોલી બોલનારને પ્રાયોરીટી આપવામાં આવશે.અમદાવાદમાં છેલ્લા
કેટલાક વર્ષોમાં જે ટી.પી.સ્કીમ ફાઈનલ થવા પામી છે.આ ટી.પી.સ્કીમના વિવિધ હેતુ માટેના
નાના પ્લોટોનુ પણ હરાજી કરી વેચાણ કરવા અંગે નજીકના ભવિષ્યમાં આયોજન હાથ ધરવા અંગે
મ્યુનિ.તંત્ર અને સત્તાધીશો દ્વારા આયોજન કરવામાં આવશે.
કયા પ્લોટનું ઈ-ઓકશન કરાશે
ટી.પી.સ્કીમ નંબર ક્ષેત્રફળ(ચો.મી.) તળીયાની
કિંમત
૫૦(બોડકદેવ),એફ.પી.૩૭૯-બી ૪૬૫૮
૨,૭૦,૦૦૦
૫૦(બોડકદેવ),એફ.પી.૩૫૩ ૧૩૨૨૨
૨,૫૨,૦૦૦
૫૦(બોડકદેવ),એફ.પી.૩૮૭ ૪૬૨૬ ૨,૮૯,૦૦૦
૮૫(સરખેજ-મકરબા),૯૯-૧-૨-૩
૩૭૯૯ ૫૦,૦૦૦
૩૮(થલતેજ),એફ.પી.૨૬૪ ૪૦૬૨ ૨,૭૫,૦૦૦
૮૪(વટવા),એફ.પી.૧૧૯ ૨૬૨૩ ૩૫,૦૦૦
૨૬(મકરબા),એફ.પી.૭૦ ૬૬૫૭ ૧,૫૦,૦૦૦
૪૮(સૈજપુર),એફ.પી.૬૪ ૬૭૭ ૫૦,૦૦૦
૪૪(ચાંદખેડા),એફ.પી.૨૬૫ ૩૦૮૯ ૧,૦૦,૦૦૦
૭૨(ચાંદખેડા-ઝુંડાલ),એફ.પી.૩૮૭ ૫૯૦૮ ૬૫,૦૦૦