Get The App

e-KYC ઝડપી-સરળ બનાવવા સરકારની કવાયત, 'માય રેશન એપ'થી ઘરે બેઠા કરી શકાય છે નોંધણી

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
e-KYC ઝડપી-સરળ બનાવવા સરકારની કવાયત, 'માય રેશન એપ'થી ઘરે બેઠા કરી શકાય છે નોંધણી 1 - image


Ration e-KYC Process In Gujarat : સરકારી અનાજ સહિત વિવિધ સરકારી સ્કીમોનો લાભ મેળવવા માટે રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે સરકાર દ્વારા ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેવામાં ગુજરાતના નાગરિકો સરળતા અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમોને  વધુ કાર્યરત કરાઈ છે. સાથે જ અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના મતે રાજ્યમાં કુલ 2.75 કરોડ લોકોના  e-KYC કરવામાં આવ્યા છે.

માય રેશન એપ લીંક માટે અહીં ક્લિક કરો...

2.75 કરોડથી વધુ લોકોએ e-KYC કરાવ્યું

કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે કે, રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય-રેશન એપ થકી, જ્યારે ગ્રામ પંચાયત સ્તરે VCE દ્વારા 1.07 કરોડ નાગરિકોનું e-KYC કરવામાં આવ્યું છે. આમ, માય-રેશન એપ, ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક, આંગણવાડી વગેરેના માધ્યમથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2.75 કરોડથી વધુ નાગરિકોનું e-KYC સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યુ છે.

e-KYC ઝડપી-સરળ બનાવવા સરકારની કવાયત, 'માય રેશન એપ'થી ઘરે બેઠા કરી શકાય છે નોંધણી 2 - image

આ સાથે હાલમાં રાજ્યમાં જનસેવા કેન્દ્રો હસ્તક 546, ગ્રામ પંચાયતોમાં 506, શિક્ષણ વિભાગ પાસે 226, આંગણવાડીમાં 311 તેમજ પોસ્ટ-બેંક હસ્તક 2,787 થઈને કુલ 4,376 જેટલી આધારકીટ કાર્યરત છે. પરંતુ e-KYCમાં નાગરિકોને વધુ સરળતા રહે તે માટે નવી 1,000 આધારકીટ એક્ટિવ કરવાની જાહેરાત કરાઈ છે.

આ પણ વાંચો: 132 વર્ષ જૂના એલિસબ્રિજનું રિનોવેશન શરૂ, રૂ.27 કરોડનો થશે ખર્ચ

મહત્વનું છે કે, પુરવઠા વિભાગ હેઠળ e-KYC થાય છે, પરંતુ તેનો સંપૂર્ણ આધાર UID એટલે કે આધારકાર્ડ પર છે. આધાકાર્ડના નામ-અટકમાં સુધારો ન થાય ત્યાં સુધી e-KYC થતું નથી. આધારકાર્ડનું કામ GAD પ્લાનિંગ તરફથી થાય છે. આધારકાર્ડની કીટની સંખ્યા વધારવા અને કીટના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ગાંધીનગર ખાતે કંટ્રોલરૂમ પણ કાર્યરત છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરોને પોસ્ટ અને બેંક સાથે સંકલન કરીને આધારકીટ કાર્યરત રાખવા અને સતત મોનીટરીંગ કરવાની આયોજન વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે.



Google NewsGoogle News